કોઈ એક પદાર્થનુ દળ $22.42\;g$ અને કદ $4.7 \;cc$ છે. દળ અને કદના માપનમાં અનુક્રમે $0.01\; gm$ અને $0.1 \;cc$ જેટલી ત્રુટિ છે. તો ઘનતાના માપનમાં મહત્તમ ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
એક સાદા લોલકની લંબાઈ $20 \mathrm{~cm}$ છે. જેને $2 \mathrm{~mm}$ ની ચોકસાઈથી માપેલ છે. $1$સેકન્ડનું વિભેદન ધરાવતી એક ધડિયાળ વડે $50$ દોલનનો સમય માપતા $40$ સેક્ડ મળે છે. આપેલ માપણીના આધારે મેળવેલ ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં ચોકસાઈ $\mathrm{N} \%$ હોય તો $\mathrm{N}=\ldots .$.
પદાર્થનું સ્થાનાંતર $(13.8 \pm 0.2) m$ અને લાગતો સમય $(4.0 \pm 0.3) s$ હોય,તો વેગમાં પ્રતિશત ત્રુટિ ......... $\%$ હોવી જોઈએ.
જો વર્તૂળના માપેલા વ્યાસમાં $4\% $ જેટલી ત્રુટિ હોય તો વર્તૂળના પરિઘમાં ત્રુટિ ........... $\%$ હશે .
જો $x=10.0 \pm 0.1$ અને $y=10.0 \pm 0.1$, તો $2 x-2 y$ કોના બરાબર થાય ?