જો દળના માપનમાં ત્રુટિ $1\%$ અને ત્રિજયાના માપનમાં ત્રુટિ $1.5\%$ હોય તો તકતીના પરિઘમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને મળતી જડત્વની ચાકમાત્રામાં ત્રુટિ .......... $\%$ હશે.
$2.5$
$4$
$3.5$
$5$
ગોળાની ત્રિજ્યાના માપનમાં $0.2\%$ જેટલી ત્રુટિ હોય, તો તેના કદમાં ત્રુટિ ........ $\%$ હશે .
પાત્રમાં પાણીનું પ્રારંભિક અને અંતિમ તાપમાનનું અવલોકીત મૂલ્ય $ 16 \pm 0.6 C$ અને $ 56 \pm 0.3 C $ છે. પાણીના તાપમાનનો વધારો શું હશે ?
એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?
''સાધનનું લઘુતમ માપ શક્ય એટલું નાનું હોય તેવું સાધન વાપરવું હિતાવહ છે.” આ વિધાન સ્પષ્ટ કરો.
અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?