જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો, પરપોટાની અંદરનું દબાણ
વધશે
સમાન રહેશે
વાતાવરણના દબાણ જેટલું થશે
ઘટશે
સાબુના દ્રાવણનું $20 \,^oC$ તાપમાને પૃષ્ઠતાણ $2.50 \times 10^{-2}\, N\, m^{-1}$ આપેલ છે. $5.00\, mm$ ત્રિજ્યાના સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે ? જો આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણની અંદર $40.0\, cm$ ઊંડાઈએ રચાય, તો તે પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે ? ($1$ વાતાવરણ દબાણ $= 1.01 \times 10^5\, Pa$)
એક પરપોટાની ત્રિજયા બીજા પરપોટા કરતાં ચાર ગણી છે,તો બંને પરપોટા માટે અંદરનું અને બહારના દબાણનો તફાવત નો ગુણોત્તર કેટલો થાય?
એક પોલા ગોળામાં નાનું છિદ્ર હોય છે, જ્યારે તેની પાણીની સપાટીની નીચે $40 \,cm$ ઊંડાઈએ લઈ જવામાં આવે છે, ત્યારે જ તેમાં પાણી દાખલ થાય છે. પાણીનું પૃષ્ઠતાણ $0.07 \,N / m$ છે. છિદ્રનો વ્યાસ ........... $mm$.
એક સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ એક બીજા સાબુના પરપોટાની અંદરના વધારાનું દબાણ કરતાં ત્રણ ગણું છે. પ્રથમ અને બીજા પરપોટાના કદોનો ગુણોત્તર ........... છે.
$0.075\,Nm ^{-1}$ પૃષ્ઠતાણ અને $1000\,kg\,m ^{-3}$ ધનતાવાળા પ્રવાહીમાં તેની મુક્ત સપાટીથી $10\,cm$ ઉંડાઈએ $1.0\,mm$ ત્રિજ્યાનો હવાનો પરપોટો આવેલો છે. પરપોટાની અંદરનું દબાણ, વાતાવરણના દબાણ કરતા $.......\,Pa$ જેટલું વધારે હશે. $\left( g =10\,ms ^{-2}\right)$