જો દળ ઉર્જા સમાનતાને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવે તો જ્યારે પાણીને ઠંડુ પાડીને બરફ બનાવવામાં આવે ત્યારે પાણીનું દળ ...
વધે
ઘટે
બદલાય નહીં
પહેલા વધે પછી ઘટે
જ્યારે $100\,^oC$ તાપમાને રાખેલ $100 \,g$ પ્રવાહી $A$ ને $75\,^oC$ તાપમાને રાખેલ $50\, g$ પ્રવાહી $B$ માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન $90\,^oC$ થાય છે. હવે જ્યારે $100\,^oC$ તાપમાને રાખેલ $100\, g$ પ્રવાહી $A$ ને $50\,^oC$ તાપમાને રાખેલ $50\, g$ પ્રવાહી $B$ માં ઉમેરવામાં આવે છે ત્યારે મિશ્રણનું તાપમાન ........$^oC$ થાય?
$30°C$ એ $100 J/K$ ઉષ્મા ક્ષમતા ધરાવતા કેલોરીમીટર રાખેલું છે. $40°C$ વાળું $100\, gm$ પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$ છે.જેને કેલરીમીટર માં રેડવામાં આવે છે. કેલરીમીટરમાં પાણીનું તાપમાન ...... $^oC$ મળે.
બંધ પાત્રમાં રહેલ $2\, L$ પાણીને $1\,kW$ ની કોઇલ વડે ગરમ કરવામાં આવે છે. જ્યારે પાણી ગરમ થતું હોય ત્યારે પાત્ર $160\, J/s$ ના દરથી ઉર્જા ગુમાવે છે. પાણીનું તાપમાન $27\,^oC$ થી $77\,^oC$ થવા કેટલો સમય લાગે? (પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2\, kJ/kg$ અને પાત્ર માટે તે અવગણ્ય છે)
$20\, g$ પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં $180\, g$ પાણી ભરેલ છે જેનું તાપમાન $25^{\circ} C$ છે. તેમાં $100^{\circ} C$તાપમાને રહેલ $'m'$ ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન $31^{\circ} C$ થાય. તો $'m'$ નું મૂલ્ય લગભગ કેટલું હશે?
(પાણીની ગલનગુપ્ત ઉષ્મા $=540\; cal\,g ^{-1}$, પાણીની વિશિષ્ટ ઉષ્મા $=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}$)
ઠંડા વાતાવરણને કારણે $1\, {cm}^{2}$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી $1\, {m}$ લંબાઇની પાણીની પાઇપ $-10^{\circ} {C}$ તાપમાને બરફથી ભરેલ છે. અવરોધની ગરમીનો ઉપયોગ કરીને બરફ ઓગળવામાં આવે છે. $4\, {k} \Omega$ ના અવરોધમાંથી $0.5\, {A}$ નો પ્રવાહ વહે છે. ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ઓગળવામાં વપરાય છે તેમ ધારો. તેના માટે ન્યૂનતમ કેટલો સમય (${s}$ માં) લાગે?
(પાણી/બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.33 \times 10^{5}\, {J} {kg}^{-1}$, બરફની વિશિષ્ટ ઉષ્મા $=2 \times 10^{3}\, {J}$ ${kg}^{-1}$ અને બરફની ઘનતા $=10^{3}\, {kg} / {m}^{3}$)