$100°C$ તાપમાને રહેલ વરાળ $0.02 \,kg$ જળતુલ્યાંક ધરાવતા કેલરીમીટરમાં $15°C$ તાપમાને રહેલ $1.1\, kg$ પાણી પરથી પસાર થાય જ્યાં સુધી કેલરીમીટર અને પાણીનું તાપમાન $80°C$ થાય.તો કેટલા $kg$ વરાળનું પાણીમાં રૂપાંતર થયું હશે?
$0.13$
$0.065$
$0.26$
$0.135$
$30°C$ એ $100 J/K$ ઉષ્મા ક્ષમતા ધરાવતા કેલોરીમીટર રાખેલું છે. $40°C$ વાળું $100\, gm$ પાણીની વિશિષ્ટ ઉષ્મા $4200 J/kg - K$ છે.જેને કેલરીમીટર માં રેડવામાં આવે છે. કેલરીમીટરમાં પાણીનું તાપમાન ...... $^oC$ મળે.
$100$ $gm$ દળનો એક તાંબાનો દડો $T$ તાપમાને રાખેલ છે.તેને $100$ $gm$ દળના એક તાંબાના કેલોરીમીટર કે જેમાં $170$ $gm$ પાણી ભરેલ છે તેમાં, ઓરડાના તાપમાને નાખવામાં આવે છે.ત્યારબાદ આ નિકાયનું તાપમાન $75°$ $C $ માલૂમ થયું,તો $T$ નું મૂલ્ય ...... $^oC$ હશે: ( ઓરડાનું તાપમાન = $30°$ $C$, તાંબાની વિશિષ્ટ ઉષ્મા $=$ $0.1$ $cal/gm°C$ આપેલ છે.)
ઠંડા વાતાવરણને કારણે $1\, {cm}^{2}$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતી $1\, {m}$ લંબાઇની પાણીની પાઇપ $-10^{\circ} {C}$ તાપમાને બરફથી ભરેલ છે. અવરોધની ગરમીનો ઉપયોગ કરીને બરફ ઓગળવામાં આવે છે. $4\, {k} \Omega$ ના અવરોધમાંથી $0.5\, {A}$ નો પ્રવાહ વહે છે. ઉત્પન્ન થતી બધી જ ઉષ્મા ઓગળવામાં વપરાય છે તેમ ધારો. તેના માટે ન્યૂનતમ કેટલો સમય (${s}$ માં) લાગે?
(પાણી/બરફની ગલનગુપ્ત ઉષ્મા $=3.33 \times 10^{5}\, {J} {kg}^{-1}$, બરફની વિશિષ્ટ ઉષ્મા $=2 \times 10^{3}\, {J}$ ${kg}^{-1}$ અને બરફની ઘનતા $=10^{3}\, {kg} / {m}^{3}$)
$2000\,W$ પાવર ધરાવતું એક વોટર હીટર પાણીને ગરમ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા $4200\,J\,kg ^{-1}\,K ^{-1}$ છે. હીટરની કાર્યક્ષમતા $70 \%$ છે.$2\,kg$ પાણીને $10^{\circ}\,C$ થી $60^{\circ}\,C$ સુધી ગરમ કરવા જરૂરી સમય $........\,s$ થશે.(એવું ધારો કે પાણીના ગરમ થવાના તાપમાનના ગાળા માટે પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા અચળ રહે છે.)
બરફના ગોળાને એક અચળ દળે સતત ગરમી આપવામાં આવે છે જો બરફ $0.1 \,gm / s$ દરથી ઓગળે છે, અને $100 \,s$ માં સંપૂર્ણ ઓગળી જાય છે. તો તાપમાનમાં .......... $^{\circ} C / s$ વધારો થયો હશે ?