જો પદાર્થે કરેલું સ્થાનાંતર સમયના વર્ગના સમપ્રમાણમાં હોય છે, તો તે પદાર્થ .....
અચળ વેગથી ગતિ કરતો હશે.
ઘટતા પ્રવેગ સાથે ગતિ કરતો હોય છે.
વધતાં પ્રવેગ સાથે ગતિ કરતો હશે.
અચળ પ્રવેગી ગતિ કરતો હશે.
એક કણ $r$ ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે, તો આ કણ દ્વારા અડધા પરિક્રમણને અંતે થયેલું સ્થાનાંતર ....... હશે.
વેગ $(v) $ $\to $ સમય $(t)$ ના આલેખનો ઢાળ ............ આપે છે.
કોઈ ગતિમાન પદાર્થનું નિયત સમયમાં સ્થાનાંતર શૂન્ય છે, તો આ પદાર્થે કાપેલ અંતર પણ શૂન્ય થશે ? તમારો ઉત્તર કારણ આપી સમજાવો.
એક પદાર્થ $150 \,m $ ઊંચાઈ પર સ્થિર સ્થિતિમાંથી છોડવામાં આવે છે. તે જ સમયે અન્ય એક પદાર્થને તે જ રીતે $100 \,m$ ની ઊંચાઈએથી છોડવામાં આવે છે. આ બંને કિસ્સામાં જો પ્રવેગ સમાન હોય, તો $2\, s$ બાદ તેમની ઊંચાઈઓમાં શું તફાવત હશે ?
ચાર મોટરકાર $A, B, C$ અને $D$ સમથળ રોડ પર ગતિ કરી રહી છે. આકૃતિમાં તેમનો અંતર $(s)$ $\to $ સમય $(t)$ નો આલેખ દર્શાવ્યો છે, તો આલેખ પરથી નીચેનામાંથી સાચું વિધાનું પસંદ કરો :