જો ચુંબકીય ક્ષેત્ર ધન $y$ -અક્ષને સમાંતર હોય અને વિધુતભારિત કણ ધન $x$ -અક્ષ પર ગતિ કરતો હોય (આકૃતિ ), તો $(a)$ ઈલેક્ટ્રૉન (ઋણ વિધુતભાર), $(b)$ પ્રોટોન (ધન વિધુતભાર) પર કઈ દિશામાં લોરેન્ઝ બળ લાગશે ?
કણનો વેગ $v$, $x$ -અક્ષ પર છે, જ્યારે ચુંબકીયક્ષેત્ર $B$,$y$ -અક્ષ પર છે. આથી, $v \times B$ એ $z$ -અક્ષ પર (શ્નનો નિયમ અથવા જમણા હાથના અંગૂઠાનો નિયમ) હોય. આમ, $(a)$ ઈલેક્ટ્રૉન માટે તે $-z$ અક્ષ પર હશે, જ્યારે $(b)$ ધન વિદ્યુતભાર (પ્રોટોન) માટે આ બળ $+z$ અક્ષ પર હશે.
એક સમાન ગતિઊર્જા સાથે ગતિ કરતો એક ડ્યુટેરોન અને પ્રોટોન નિયમિત (સમાન) યુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે દાખલ થાય છે. જો $r_{d}$ અને $r_{p}$ અનુક્રમે તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓ હોય તો $\frac{r_{d}}{r_{p}}$ ગુણોત્તર $\sqrt{x}: 1$ છે. $x$ નું મૂલ્ય ......... થશે.
ઇલેક્ટ્રોન અને પ્રોટોનને અનુક્રમે $(0, 0, 0)$ અને $(0, 0, 1.5\, R)$ સ્થાનેથી ${\rm{\vec B = }}{{\rm{B}}_0}{\rm{\hat i}}$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં મુક્ત કરવામાં આવે છે. દરેક કણના સમાન વેગમાનનું મૂલ્ય $P = eBR$ છે, તો કઈ પરિસ્થિતિમાં આ કણોના વેગમાનની દિશાથી બનતી કક્ષાના વર્તુળો એકબીજાને છેદશે નહીં ?
દર્શાવ્યા પ્રમાણે $I$ વિદ્યુતપ્રવાહ ધરાવતા ખૂબ જ લાંબા સીધા તારને સમાંતર વિદ્યુતભાર $Q$ ગતિ કરે છે. વિદ્યુતભાર પર લાગતું બળ કઈ દિશામાં છે ?
જો સમાન વેગમાન ધરાવતો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ચુંબકીયક્ષેત્રને લંબ પ્રવેશે, તો ...
લૉરેન્ટઝ બળનું સમીકરણ જણાવો.