જો સદિશ $\overrightarrow {A} = cos\omega t\hat i + sin\omega t\hat j$ અને$\overrightarrow {B} = cos\frac{{\omega t}}{2}\hat i + sin\frac{{\omega t}}{2}\hat j$ સમયના વિધેયો હોય, તો કયા $t$ સમયે આ બંને સદિશો પરસ્પર લંબ થશે?
$t=0$
$t=$$\;\frac{\pi }{{4\omega }}$
$t=$$\;\frac{\pi }{{2\omega }}$
$t=$$\;\frac{\pi }{\omega }$
$t = 0$ સમયે એક કણ ઊગમબિંદુ પાસેથી $5.0 \hat{ i }\; m / s$ ના વેગથી ગતિ શરૂ કરે છે. $x-y$ સમતલમાં તેની પર બળ એવી રીતે લાગે છે કે જેથી તે $(3.0 \hat{ i }+2.0 \hat{ j })\; m / s ^{2} $ નો અચળ પ્રવેગ ઉત્પન્ન કરે છે. $(a)$ જ્યારે કણનો $x$ -યામ $84 \;m$ હોય ત્યારે $y$ -યામ કેટલો હશે ? $(b)$ તે સમયે કણની ઝડપ કેટલી હશે ?
આકૃતિમાં આપેલા આલેખમાં પ્રક્ષિપ્ત ગતિ સાથે સંકળાયેલી રાશિ કઈ છે જે $y$-અક્ષ પર દોરવામાં આવી છે ?
ગતિ કરતાં કણના યામો $t$ સમયે $ x = \alpha t^3$ અને $y = \beta t^3$ વડે આપી શકાય છે,તો $t$ સમયે કણની ઝડપ કેટલી થાય?
વિધાન: ટેનિસ નો દડો સમતલ સપાટી કરતાં ટેકરીઓ પર વધુ ઉછળે છે.
કારણ: પૃથ્વીની સપાટી કરતાં ટેકરીઓ પર ગુરુત્વપ્રવેગ વધારે હોય.
જમીનની સાપેક્ષે $A$ અને $B$ કણોના વેગ અનુક્રમે ${\overrightarrow v _A}$ અને ${\overrightarrow v _B}$ હોય તો
$(a)$ $B$ ની સાપેક્ષે $A$ ના વેગનું સૂત્ર લખો.
$(b)$ $A$ ની સાપેક્ષે $B$ ના વેગનું સૂત્ર લખો.
$(c)$ ${\overrightarrow v _{AB}}\, = \, - \,{\overrightarrow v _{BA}}$ સાચું છે ?