એક કણ $\vec v = K(y\hat i + x\hat j)$ વેગથી ગતિ કરે છે. જ્યાં $K$ એક અચળાંક છે. તેનાં પથનું સામાન્ય સમીકરણ ........ થાય.
$y^2 = x^2 + $ અચળ
$y = x^2 + $ અચળ
$y^2 = x +$ અચળ
$xy =$ અચળ
કોઈ કણ $t = 10$ સમયે ઊગમબિંદુથી $10.0 \hat{ j } \;m / s$ ના વેગથી ગતિ શરૂ કરે છે અને $x-y$ સમતલમાં તેનો અચળ પ્રવેગ $(8.0 \hat{ i }+2.0 \hat{ j }) \;m \,s ^{-2}$ છે. તો $(a)$ કયા સમયે તેનો $x$ -યામ $16 \,m$ થશે ? આ સમયે તેનો $y$ -યામ કેટલો હશે ? $(b)$ આ સમયે તેની ઝડપ કેટલી હશે ?
એક કણ પૂર્વ દિશામાં $6 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તે કણ $6 \,s$ બાદ પૂર્વથી ઉત્તર દિશામાં $60^{\circ}$ ના ખૂણે સમાન ઝડપથી ગતિ કરતો મળે છે. આ સમયગાળા દરમિયાન તેના સરેરાશ પ્રવેગની તીવ્રતા ........... $m / s ^2$ હશે.
સમતલમાં ગતિ કરતા કણ માટે સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશની સમજૂતી જરૂરી સમીકરણ આપી આપો.
પૂર્વ સાથે $45^°$ ના ખૂણે $6\, km$ અંતર કાપ્યા પછી કાર પૂર્વ સાથે $135^°$ ના ખૂણે $4\, km$ અંતર કાપે છે, તો ઉદ્ગમબિંદુથી કેટલા અંતરે હશે?