જો દડાને મહત્તમ ઊંચાઈ $H$ સુધી ફેંકી શકાતો હોય તો તેને ફેંકી શકાતું મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું હોય શકે?
$2\,H$
$\sqrt 2 \,H$
$H$
$\frac{H}{2}$
જો $R$ અને $H$ એ સમક્ષિતિજ અવધિ અને મહત્તમ ઊંચાઈ હોય તો તેના પ્રક્ષેપણની ઝડપ શોધો
$ t= 0$ સમયે, સમક્ષિતિજ સાથે $60^o$ ના ખૂણે એક પદાર્થને $10\, ms^{-1}$ ગતિથી પ્રક્ષેપિત કરવામાં આવે છે. $t=1\,s$ પર તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા $R$ છે. હવાનો અવરોધ અવગણતાં અને ગુરૂત્વપ્રવેગને $g=10\, ms^{-2}$ લેતા $R$ નું મૂલ્ય ........ $m$ હશે.
સમક્ષિતિજ સાથે $\theta$ કોણે એક પ્રક્ષિપ્તા પદાર્થ $25\, m / s$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $t$ સેકન્ડ બાદ તેનો સમક્ષિતિજ સાથેનો નમન શૂન્ય થાય છે. જો $R$ એ પ્રક્ષિપ્તની અવધિ દર્શાવતો હોય તો $\theta$ નું મૂલ્ય ........હશે.
$\left[ g =10 m / s ^{2} \text { }\right]$લો
એક સમતલ રસ્તા પર અચળ ઝડપે ગતિ કરતી ખુલ્લી કારમાં એક છોકરો એક દડાને શિરોલંબ હવામાં ઊછાળે છે અને ફરીથી પાછો કેચ કરે છે, તો કુટપાથ પર ઊભેલા બીજા છોકરા વડે આ દડાની ગતિનો ગતિપથ કેવો દેખાશે ? તમારા જવાબના સમર્થનમાં યોગ્ય સમજૂતી આપો.
કણ માટે પ્રક્ષીપ ગતિનુ સમીકરણ $y = 16x - \frac{{5{x^2}}}{4}$, તો અવધિ $R$ નુ મુલ્ય ........ $m$ થશે.