એક બ્રીજની નીચે વહેતી નદીના પાણીમાં પથ્થર ને મુકતપતન આપીને બ્રીજની ઊંચાઇ માપવાનાં પ્રયોગમાં સમયના માપનમાં $2$ સૅકન્ડને અંતે $0.1\,s$ ની ત્રુટિ ઉદભવે છે. તો આ બ્રીજની ઊંચાઈના માપનમાં ઉદભવતી ત્રુટિ આશરે …… $m$ હોય.
$0.49 $
$0.98$
$1.96$
$2.12$
એક પ્રયોગશાળામાં ધાતુના તારની ત્રિજ્યાં$(r)$, લંબાઈ $(l)$ અને અવરોધ $(R)$
$\mathrm{r}=(0.35 \pm 0.05) \mathrm{cm}$
$\mathrm{R}=(100 \pm 10) \mathrm{ohm}$
$l=(15 \pm 0.2) \mathrm{cm}$
મુજબ માપવામાં આવે છે.તારના દ્રવ્યની અવરોધકતાની પ્રતિશત ત્રુટિ___________છે.
આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. જેમાં ક્રમિક અવલોકનોનાં માપ નીચે મુજબ મળે છે : $2.63 \;s , 2.56 \;s , 2.42\; s , 2.71 \;s$ અને $2.80 \;s$ તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો.
કોપરના બનેલા $l$ મીટર લંબાઇના તારનું તાપમાન $10^oC$ વધારતાં તેની લંબાઇ $2\%$ વધે છે.તો $l$ મીટર ચોરસ કોપરની પ્લેટનું તાપમાન $10^oC$ વધારતાં તેના ક્ષેત્રફળમાં ....... $\%$ વધારો થાય.
જો $P = \frac{{{A^3}}}{{{B^{5/2}}}}$ અને $\Delta A$ એ $A$ ની અને $\Delta B$ એ $B$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $P$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta P$ કેટલી થાય?
અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?