પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હવાના અવરોધને કારણે પ્રક્ષિપ્ત પદાર્થ ની ઉર્જા તેમજ તેના વેગ નો સમક્ષિતિજ ઘટક સહેજ ઘટે છે પરિણામે પ્રક્ષિપ્ત પદાર્થની મહતમ ઊંચાઈ સહેજ ઘટે છે તેથી ઊંચે જવા કરતાં નીચે આવતા વધારે ઢાળ હોય છે.

જ્યારે હવાનો અવરોધ અવગણવામાં આવે છે ત્યારે સંમિત પરવલય $OAC$ મળે છે પણ હવાના અવરોધને ગણતાં અસંમિત પરવલય $OAB$ મળે છે.

 

    

885-s150

Similar Questions

બે પ્રક્ષિત પદાર્થોને સમાન પ્રારંભિક વેગ અને સમક્ષિતિજ સાથે અનુક્રમે $45^{\circ}$ અને $30^{\circ}$ કોણે ફેંકવામાં આવે છે. તેઓની અવધિઓનો ગુણોત્તર $.........$ છે.

  • [JEE MAIN 2022]

સમક્ષીતિજ સાથે $45^{\circ}$ ના કોણે વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $2$ સેકન્ડ બાદ તેનો વેગ $20 \,ms ^{-1}$ છે. પ્રક્ષિપ્ત દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ........$m$ હશે. $\left( g =10 \,ms ^{-2}\right.$ લો.)

  • [JEE MAIN 2022]

એક લાંબા હોલની છત $25 \,m$ ઊંચી છે. $40\, m/s$ ની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતને અથડાયા વગર પસાર થઈ શકે તે રીતે કેટલું મહત્તમ સમક્ષિતિજ અંતર કાપશે ?

બે દડાને આકૃતિ મુજબ ફેંકતા સમાન સમયમાં જમીન પર આવે છે.તો તેણે પ્રાપ્ત કરેલી ઊંચાઇનો ગુણોત્તર કેટલો થાય?

એક ફાઈટર જેટ પ્લેન $1.5\; km$ ની ઊંચાઈ પર $720\; km / h$ ની ઝડપથી સમક્ષિતિજ દિશામાં ઊડી રહ્યું છે. જો તે વિમાન વિરોધી તોપની બરાબર ઉપરથી પસાર થતું હોય, તો શિરોલંબ દિશા સાથે તોપના નાળચાનો ખૂણો કેટલો હોવો જોઈએ કે જેથી $600\; m \,s ^{-1}$ ની ઝડપથી છોડેલ ગોળો ફાઈટર પ્લેનને અથડાય ? ફાઇટર પ્લેનના પાઇલોટે લઘુતમ કેટલી ઊંચાઈએ પ્લેન ઉડાડવું જોઈએ કે જેથી તે ગોળાથી બચી શકે ? ( $g=10 \;m s ^{-2}$ )