નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો :
$(a)$ પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્યન સમય, માત્ર પ્રારંભિક વેગના શિરોલંબ ઘટક પર આધાર રાખે છે.
$(b)$ પ્રક્ષિપ્ત પદાર્થનો મહત્તમ ઊંચાઈએ પ્રવેગ શૂન્ય હોય છે.
$(c)$ પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ અવધિ પ્રક્ષિપ્ત કોણ પર આધાર રાખે છે.
ખોટુ, $T =\frac{2 u \sin \theta}{g}$ પરથી Tનો આધાર $u \sin \theta$ એટલે પ્રારંભિક વેગનો શિરોલંબ ધટક અને ગુરુત્વપેગ $g$ પર છે.
ખોટું,સમગ્ર ગતિ દરમિયાન ગુરુતવપ્રવેગ $g$ અચળ હોય છે તેથી મહતમ ઊંચાઈએ પણ પ્રવેગ $g$ જેટલો હોય.
ખોટુ, મહત્તમ અવધિ માટે પ્રક્ષિપ્ત કોણ $45^{\circ}$ હોવો જોઈએ.
$R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળ પર સમાન ઝડપથી ગતિ કરતા એ કણને એક પૂર્ણ પરિભ્રમણ કરતા $T$ સમય લાગે છે. જો આ કણને આટલી જ ઝડપથી, સમક્ષિતિજ સાથે $'\theta'$ કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે તો તેના દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ $4R$ છે. પ્રક્ષિપ્ત કોણ $\theta$ $......$ વડે આપી શકાય.
દ્વિપરિમાણમાં ગતિનો અભ્યાસ કરવા સ્થાન, વેગ અને પ્રવેગને સદિશ સ્વરૂપમાં $\vec A \, = \,{A_x}\widehat i\, + {A_y}\widehat j$ વડે રજૂ કરાય છે. જ્યાં $\widehat i$ અને $\widehat j$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના એકમ સદિશ છે તથા $A_x$ અને $A_y$ એ અનુક્રમે $x-$ અક્ષ અને $y-$ અક્ષની દિશામાંના ઘટકો છે. આવી ગતિનો અભ્યાસ વર્તુળાકાર ઘુવીય યામોના રૂપમાં પણ કરી શકાય. જેમાં $\overrightarrow A \, = \,{A_r}\widehat r\,\, + \,{A_\theta }\hat \theta $, જ્યાં $r\, = \,\frac{{\overrightarrow r \,}}{r}\, = \,\cos \,\theta \widehat {i\,}\, + \,\sin \,\theta \,\widehat j$ અને $\hat \theta = - \sin \,\theta \,\widehat i + \cos \,\theta \,\widehat j\,$ તથા $\widehat r\,$ અને $\widehat \theta $ એ વધતાં મૂલ્યની દિશામાંના એકમ સદિશો છે, તો ......
$(a)$ ${\widehat {i\,}}$ અને ${\widehat {j\,}}$ ને ${\widehat {r\,}}$ અને ${\widehat {\theta }}$ ના સ્વરૂપમાં રજૂ કરો.
$(b)$ દર્શાવો કે $\widehat r$ અને $\widehat \theta $ બંને પરસ્પર લંબ એકમ સદિશો છે.
(c) દર્શાવો કે
$\frac{d}{{dr}}(\widehat r)\, = \,\omega \hat \theta \,$, જ્યાં $\omega \, = \,\frac{{d\theta }}{{dt}}$ અને $\frac{d}{{dt}}(\widehat \theta )\, = \, - \omega \widehat r\,$.
$(d)$ સ્પાયરલ ગતિ કરતા કણની ગતિ $\overrightarrow r \, = \,a\theta \widehat r$ વડે આપવામાં આવે છે. જ્યાં $a = 1$ તથા $a$ નું પારિમાણિક સૂત્ર મેળવો.
$(e) $ સ્પાયરલ ગતિ કરતાં કણ માટે વેગ અને પ્રવેગને ધ્રુવીય સદિશોના સ્વરૂપમાં દર્શાવો.
પદાર્થને ઘર્ષણરહિત ઢાળ(લંબાઇ = $20\sqrt 2 \,m$) પર $M$ બિંદુથી $u$ વેગથી પ્રક્ષિપ્ત કરતા તે $45^o$ ના ખૂણે $40 \,m $ના કુવાને પાર કરે તો $M$ બિંદુ પાસે તેનો વેગ કેટલો હોવો જોઈએ?
સમાન પ્રારંભિક વેગ માટે કોઈ પદાર્થનો પ્રક્ષિપ્ત કોણ $30^o$ થી વધારીને $60^o$ કરતાં તેમની મહત્તમ ઊંચાઈ વચ્ચેનો સંબંધ મેળવો.
પ્રક્ષિપ્ત પદાર્થની ગતિમાં આપણે હવાના અવરોધને અવગણીએ છીએ જેથી પરવલયાકાર ગતિપથ મળે છે. જો હવાના અવરોધને ગણતરીમાં લઈએ તો આ ગતિપથ કેવો મળશે ? અને તેનો ગતિપથ પણ દોરો. આવો ગતિપથ દર્શાવવા માટેનું કારણ આપો.