રધરફોર્ડનાં પ્રકિર્ણનનનાં પ્રયોગમાં દર સેકન્ડ $90^{\circ}$ નાં ખુણે ફંટાતા કણોની સંખ્યા $x$ છે. $60^{\circ}$ અંશનાં ખુણે ફટાતા કણોની સંખ્યા કેવી હશે ?
$x$
$4 x$
$8 x$
$16 x$
એક પરમાણુમાંના ઇલેકટ્રૉનના ઊર્જાસ્તરો દર્શાવ્યા છે. ઇલેકટ્રૉનની કઈ સંક્રાંતિ વધુ ઊર્જાવાળા ફોટોનનું ઉત્સર્જન રજૂ કરે છે ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો જે તમને થોમસન મોડેલ અને રધરફર્ડ મૉડેલ વચ્ચેનો તફાવત સમજવામાં સારી મદદ કરશે.
$(a)$ પાતળા સુવર્ણ વરખ વડે થતા $\alpha -$ કણોના વિચલન (આવર્તન)ના સરેરાશ કોણ અંગે થોમસન મૉડેલનું પૂર્વાનુમાન રધરફર્ડ મૉડેલના પૂર્વાનુમાન કરતાં, ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે છે?
$(b)$ પશ્ચાદ્દવર્તી (પાછળ તરફનું, Backward) પ્રકીર્ણન (એટલે કે $90^o$ કરતાં મોટા કોણે $\alpha -$ કણોનું પ્રકીર્ણન)ની સંભાવના અંગે થોમસન મોડેલનું પૂર્વાનુમાન રૂધરફર્ડ મૉડેલના પૂર્વાનુમાન કરતાં ઘણું ઓછું, લગભગ તેટલું જ કે ઘણું વધારે છે?
$(c)$ પ્રયોગથી એવું જણાય છે કે બીજા પરિબળો અચળ રાખતાં, ઓછી જાડાઈ માટે, મધ્યમ (Moderate) કોણે પ્રકીર્ણન પામતા $\alpha -$ કણોની સંખ્યા,$ t$ ના સમપ્રમાણમાં છે. $t$ પરની આ સપ્રમાણતા શું સૂચવે છે?
$(d)$ પાતળા વરખ દ્વારા $\alpha -$ કણોના પ્રકીર્ણનના સરેરાશ કોણની ગણતરીમાં એક કરતાં વધુ (Multiple) પ્રકીર્ણન થવાનું અવગણવું કયા મૉડેલમાં સંપૂર્ણપણે ખોટું છે?
પ્રકીર્ણન પામતા $\alpha -$ કણો માટે રધકફર્ડની દલીલ સમજાવો.
$5.5 \,MeV$ ગતિઊર્જા ધરાવતું $\alpha$-કણ જ્યારે સોનાના ન્યુક્લિયસ તરફ ગતિ કરે છે. જો $\sqrt{ d _{1}}$ અને $\sqrt{ d _{2}}$ અનુક્રમે $60^{\circ}$ અને $90^{\circ}$ માટેના impact-પ્રાચલો છે. $d _{1}=x d _{2}$ માટે $x$ નું મૂલ્ય ............ છે.
નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન $I$ : પરમાણું મહત્તમ દળ અને તેના સમગ્ર ધન વિદ્યુતભાર અત્યંત નાના ન્યૂકિલયસમાં કેન્દ્રીત થયેલો છે. અને ઈલેકટ્રોન તેને ફરતે પરિભ્રમણ કરે છે, આ રૂધરફોર્ડ મોડેલ (પરિકલ્પના) છે.
વિધાન $II$ : પરમાણુ એ ધન વીજભારીત ગોળાકાર વાદળ છે. કે જેમાં ઈલેકટ્રોન મૂકેલા હોય છે, કે જે રૂથરફોર્ડના મોડેલ (પરિકલ્પના)ની ખાસ કિસ્સો છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.