આકૃતિમાં આપેલા આલેખમાં પ્રક્ષિપ્ત ગતિ સાથે સંકળાયેલી રાશિ કઈ છે જે $y$-અક્ષ પર દોરવામાં આવી છે ?

213002-q

  • A

    ગતિ ઉર્જા

  • B

    વેગમાન

  • C

    સમક્ષિતિજ વેગ

  • D

    એક પણ નહીં

Similar Questions

એક ફૂટબોલને શિરોલંબ ઉપર તરફ હવામાં કીક મારવામાં આવે તો તેની ગતિપથની મહત્તમ ઊંચાઈએ $(a)$ તેનો પ્રવેગ $(b)$ તેનો વેગ કેટલો હશે ?

એક કણનો સ્થાનસદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે :

$r =3.0 t \hat{ i }-2.0 t^{2} \hat{ j }+4.0 \hat{ k } \;m$

જ્યાં $t$ સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી $r$ મીટરમાં મળે.

$(a)$ કણનો $v$ તથા $a$ મેળવો. $(b)$ $t = 2.0$ સેકન્ડે કણના વેગનું માન તથા દિશા શોધો.

એક પર્વતારોહક જમીનથી $490\; m$ ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. તે એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં $15 \;m/ s$ નાં પ્રારંભિક વેગથી ફેંકે છે. હવાના અવરોધને અવગણતાં પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે તે શોધો તથા જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો. ( $g = 9.8 \;m /s^2$ ) 

એક માણસ ખુલ્લા મેદાનમાં એેવી રીતે ગતિ કરે છે કે $10 \,m$ સુધી સીધી રેખામાં ગતિ કર્યા બાદ તે તેની ડાબી બાજુથી $60^{\circ}$ તીવ્ર વળાંક લે છે. તો પ્રારંભથી $8$માં વળાંક સુધી કરેલુ સ્થાનાંતર ......... $m$ હશે.

એક બિંદુ પરના સ્થાન સદીશ $2 \hat{i}+4 \hat{j}$ થી બીજુ બિંદુ પરના સ્થાન સદીશ $5 \hat{i}+1 \hat{j}$ સુધીનું કણનું સ્થાનાંતર  ............  એકમ હશે.