ધારોક $S$ એ પાંચ અંકોની તમામ સંખ્યાઓનો નિદર્શાવકાશ છે. જો $S$ માંથી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ એક સંખ્યા, $7$ નો ગુણીત હોય પરંતુ $5$ વડે વિભાજ્ય ન હોય તેની સંભાવના $p$ હોય, તો $9 p=$ ............
$1.0146$
$1.2085$
$1.0285$
$1.1521$
$100 $ વિદ્યાર્થીઓમાંથી $40$ અને $60$ વિદ્યાર્થીઓના બે વર્ગ બનાવ્યા છે. જો તમે અને તમારા એક મિત્ર $100$ વિદ્યાર્થીઓમાં છો તો તમે બંને અલગ અલગ વર્ગોમાં છો તેની સંભાવના શું છે ?
જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં $3$ બાદશાહ હોય એ ઘટનાની સંભાવના શોધો.
નિયમિત ષટ્કોણનાં છ માંથી ત્રણ શિરોબિંદુ પસંદ કરી તેમને જોડતાં મળતા ત્રિકોણમાંથી એકની પસંદગી કરતાં તે સમબાજુ ત્રિકોણ હોય તેની સંભાવના …………. છે.
પાસા નાંખવાની રમતમાં ક્રમમાં નાંખેલા પાસા પૈકી યુગ્મ ક્રમે નાંખેલા પાસામાં એક મળવાની સંભાવના કેટલી થાય ?
એક દોડમાં પાંચ ઘોડા છે. શ્રીમાન $A$ યાર્દચ્છિક રીતે બે ઘોડા પસંદ કરી તેના પર બોલી લગાવે છે. તો શ્રીમાન $A$ પસંદ કરેલ ઘોડો જીતવાની સંભાવના કેટલી થાય ?