જો માહિતી $x_1, x_2, ...., x_{10}$ એવી હોય કે જેથી પ્રથમ ચાર અવલોકનોનો મધ્યક $11$ અને બાકીના છ અવલોકનોનો મધ્યક $16$ તથા બધા અવલોકનોના વર્ગોનો સરવાળો $2,000$ થાય તો આ માહિતીનું પ્રમાણિત વિચલન મેળવો
નીચે આપેલ વિતરણ માટે મધ્યક, વિચરણ અને પ્રમાણિત વિચલનની ગણતરી કરો :
વર્ગ |
$30-40$ | $40-50$ | $50-60$ | $60-70$ | $70-80$ | $80-90$ | $90-100$ |
આવૃત્તિ |
$3$ | $7$ | $12$ | $15$ | $8$ | $3$ | $2$ |
એક વિદ્યાર્થીએ $100$ અવલોકનોનો મધ્યક $40$ અને પ્રમાણિત વિચલન $5.1$ મેળવ્યા છે, પરંતુ એણે ભૂલથી એક અવલોકન $40$ ને બદલે $50$ લઈ લીધું હતું, તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન શું છે?
વર્ગના $100$ વિર્ધાર્થીંઓના ગણિતના ગુણનો મધ્યક $72$ છે. જો છોકરાઓની સંખ્યા $70 $ હોય અને તેમના ગુણનો મધ્યક $75$ હોય તો વર્ગમાં છોકરીઓનાં ગુણનો મધ્યક શોધો ?
પાંચ અવલોકનોનો મધ્યક અને પ્રમાણિત વિચલન $(s.d.)$ અનુક્રમે $9$ અને $0$ છે જો તેમાંથી એક અવલોકનને બદલી નાખવામાં આવે કે જેથી તેમનો મધ્યક $10$ થાય તો તેમનું પ્રમાણિત વિચલન $(s.d.)$ =