1.Sexual Reproduction in Flowering Plants
medium

પરાગનયન માટેના વાહકો (Agents of Pollination) વિશે જણાવી પવન દ્વારા પરાગનયન સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

વનસ્પતિઓ, બે પ્રકારના અજૈવિક (પવન અને પાણી) અને જૈવિક (પ્રાણીઓ) ઘટકોનો વાહક તરીકે ઉપયોગ કરી પરાગનયન કરે છે. મોટા ભાગની વનસ્પતિઓ પરાગનયન માટે જૈવિક વાહકોનો ઉપયોગ કરે છે.

ખૂબ જ ઓછી માત્રામાં વનસ્પતિઓ અજૈવિક વાહકોને ઉપયોગમાં લે છે. પવન અને પાણી બંને દ્વારા થતા પરાગનયનમાં પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની આકસ્મિક ઘટના છે. આવી અચોક્કસતા (અનિશ્ચિતતા)ની પૂર્તતા માટે અંડકની સંખ્યાની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પો ખૂબ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે, દરેક પ્રકારની વનસ્પતિ પોતાના પરાગવાહક અનુસાર કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવે છે.

પવન દ્વારા પરાગનયન $:$ અજૈવિક પરાગનયન પૈકી પવન દ્વારા પરાગનયન ઘણું સામાન્ય છે.

વાતપરાગનયન માટે પરાગરજ નાની, સૂકી, લીસી અને હલકી તથા ચીકાશરહિત હોવી જરૂરી છે. જેથી પવનના પ્રવાહ સાથે તે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે.

તેમના પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લાં કે મુક્ત અને મોટાં, પીંછાયુક્ત પરાગાસન હોવાથી વાત પ્રવાહિત પરાગરજને તે સરળતાથી જકડી શકે છે.

વાતપરાગિત પુખો સામાન્યતઃ એક અંડકયુક્ત બીજાશય ધરાવતાં અનેક પુષ્પો ધરાવતો પુષ્પવિન્યાસ ધરાવે છે. ઉદાહરણ : મકાઈના ડોડો (tassels). આપણે જોઈએ છીએ તે પરાગાસન અને પરાગવાહિની છે, જે પવનમાં લહેરાય છે, તે પરાગરજને જકડે છે. ઘાસમાં પરાગનયન ખૂબ સામાન્ય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.