ચક્રિય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જણાવો.
એક લાંબી સ્પ્રિંગને $2\,cm$ ખેંચવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઊર્જા $U$ છે.જો સ્પ્રિંગને $8\,cm$ ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહ થતી સ્થિતિ ઊર્જા $..........\,U$ થશે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $\sqrt{2} \,kg$ દળ વાળા એક બ્લોકને એક ઢોળાવવાળી લીસી સપાટીની ટોચ પરથી છોડવામાં આવે છે. જો સ્પ્રિંગ નો સ્પ્રિંગ અચળાંક $100 \,N / m$ હોય અને ને $1 \,m$ સંકોચાયા બાદ બ્લોક સ્થિર સ્થિતિમાં આવતો હોય તો સ્થિર થયા પહેલાં બ્લોક કાપેલ અંતર ...... $m$ છે.
$k $ બળ અચળાંકવાળી શિરોલંબ સ્પ્રિંગને ટેબલ પર જડિત કરેલ છે. હવે સ્પ્રિંગના મુકત છેડાથી $ h $ જેટલી ઊંચાઇ પરથી $m$ દળના પદાર્થને પડતો મુકવામાં આવે, તો સ્પ્રિંગનુ $d$ જેટલું સંકોચન થાય છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલ ચોખ્ખું કાર્ય કેટલું હશે?
બે $m$ દળના બ્લોક $A $ અને $B$ ને $L$ લંબાઇ અને $k$ બળઅચળાંક ધરાવતી સ્પિંગ્ર વડે જોડેલાં છે. $m$ દળ ધરાવતો $C$ બ્લોક $v$ વેગથી ગતિ કરીને $A$ સાથે અથડાતા સ્પિંગ્રનું મહત્તમ સંકોચન કેટલું થાય?
કોઈ સ્પ્રિંગ ને સમક્ષિતિજ ઘર્ષણ રહિત સપાટી પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે $m_1$ અને $m_2$ દળ ધરાવતા બે બ્લોક ની વચ્ચે સંકોચન કરવવામાં આવે છે. જ્યારે બ્લોક ને મુક્ત કરવામાં આવે છે, ત્યારે તેનો પ્રારંભિક વેગ $v_1$ and $v_2$ છે. સ્થિર થયા પહેલા બ્લોક દ્વારા કાપેલ અંતર અનુક્રમે $x_1$ અને $x_2$ હોય તો $\left( {\frac{{{x_1}}}{{{x_2}}}} \right)$ નો ગુણોત્તર શું થાય?