$M$ દળવાળા બ્લોકને સ્પ્રિંગના નીચેના છેડે લગાડવામાં આવે છે. સ્પ્રિંગને છત સાથે લટકાવેલ છે અને તેનો બળ અચળાંક $k$ છે. બ્લોકને સ્પ્રિંગની ખેંચાણ વગરની મૂળ સ્થિતિમાંથી મુકત કરવામાં આવે છે. સ્પ્રિંગની લંબાઇમાં થતો મહત્તમ વધારો કેટલો હશે?
$2 Mg/k$
$4 Mg/k$
$Mg/2k$
$Mg/k$
જેનો અકડ (ચુસ્ત) અચળાંક $k $ હોય તેવી સ્પ્રિંગના ઉપરના ભાગ પરથી $m$ દળના એક ટુકડાને એકાએક (અચાનક) મુક્ત કરાવવામાં આવે છે. $(i)$ સ્પ્રિંગમાં મહત્તમ સંકોચન કેટલું હશે ? $(ii) $ સંતુલન સ્થિતિએ, સ્પ્રિંગમાં સંકોચન કેટલું હશે ?
$m$ દળ ધરાવતા એક ચોસલાને $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી એક દળરહિત સ્પ્રિંગ વડે જોડવામાં આવેલ છે. આ ચોસલાને લીસી સમક્ષિતિજ સપાટી પર મુકવામાં આવે છે અને સ્પ્રિંગના બીજા છેડાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે જડવામાં આવેલ છે. જો અચળ બળથી ચોસલાને ખેંચવામાં આવે તો ચોસલા દ્વારા ધારણ કરવામાં આવતી મહત્તમ ઝડ૫ _______ થાય.
$100\, m$ ઊંચાઈએ થી $1\,kg$ દળ ધરાવતા પદાર્થને એક $3\, kg$ દળ ધરાવતા આધાર (platform) , કે જે $k=1.25 \times 10^6\,N/m$ જેટલા સ્પ્રિંગ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર સ્થાપેલ છે, તેના પર મુક્ત પતન કરાવવામાં આવે છે. પદાર્થ આધાર સાથે જોડાઈ જાય છે અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન $x$ જેટલું માલુમ પડે છે. $g=10\, ms^{-2}$ લઇ $x$ નું મૂલ્ય કેટલા ............ $\mathrm{cm}$ થશે?
ચલિતબળનું ઉદાહરણ સમજાવો અને હૂકના નિયમનું સૂત્ર તારવો
$K_{A}$ અને $K_{B}\;(K_{A}=2 K_{B})$ બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગ $A$ અને $B$ ને સમાન મૂલ્યના બળ વડે ખેંચવામાં આવે છે. જો $A$ માં સંગ્રહિત થતી ઊર્જા $E_{A}$ હોય, તો $B$ માં સંગ્રહિત થતી ઊર્જા કેટલી હશે?