દઢ પદાર્થ માટે કોણીય વેગમાન પરથી $\tau = I\alpha $ મેળવો.
દઢ પદાર્થની ચાકગતિ માટે સ્થિર ભ્રમણાક્ષની બાબતમાં કુલ કોણીય વેગમાન,
$\overrightarrow{ L }=\overrightarrow{ L }_{z}+\overrightarrow{ L }_{\perp}$
$\frac{d \overrightarrow{ L }}{d t}=\frac{d \overrightarrow{ L }_{z}}{d t}+\frac{d \overrightarrow{ L }_{\perp}}{d t}$
પણ $\frac{d \overrightarrow{ L }_{z}}{d t}=\tau \hat{k}$ અને $\frac{d \overrightarrow{ L }_{\perp}}{d t}=0$
$\therefore \frac{d \overrightarrow{ L }}{d t}=\tau \hat{k}$
પણ $\overrightarrow{ L }_{z}=I \omega \hat{k}$
$\therefore \frac{d( I \omega)}{d t}=\tau \hat{k}$
$I \frac{d \omega}{d t}=\tau$ મૂલ્ય
$\therefore \quad I \vec{\alpha}=\vec{\tau} \Rightarrow \vec{\tau}= I \vec{\alpha}$
અદિશ સ્વરૂપ $\tau= I \alpha$
જે રેખીય ગતિના સમીકરણ $F = ma$ જેવું છે.
કોણીય વેગ સદીશ કઈ દિશામાં હોય?
$1 \,kg$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતું એક ગોળાકાર કવચ (Shell) સમક્ષિતિજ સમતલ ઉપર (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) $\omega$ જેટલી કોણીય ઝડપ સાથે ગબડે છે. ઊગમબિંદુ $O$ ને સાપેક્ષ ગોળીય કવચના કોણીય વેગમાનનું મૂલ્ય $\frac{a}{3} R^{2} \omega$ છે. $a$ નું મૂલ્ય ............. હશે.
દરેકનું દળ $m$ અને ઝડપ $v$ હોય તેવા બે કણો એકબીજાથી $d$ અંતરે રહેલ બે સમાંતર રેખાઓ પર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. દર્શાવો કે કોઈ પણ બિંદુની સાપેક્ષે કોણીય વેગમાન લેવામાં આવે તોપણ આ બે કણોના તંત્રનું સદિશ કોણીય વેગમાન સમાન જ રહે છે.
કણના કોણીય વેગમાનના ફેરફારનો સમય દર કઈ રાશિ દર્શાવે છે ?
કણનું કોણીય વેગમાન સમજાવીને દર્શાવો કે તે રેખીય વેગમાનની ચાકમાત્રા છે.