તણાવવાળી દોરી પર લંબગત તરંગની ઝડપનું સૂત્ર મેળવો.
જ્યારે દોરીમાં વિક્ષોભ ઉત્પન્ન કરવામાં આવે છે ત્યારે દોરી પરના તરંગો માટે પુનઃસ્થાપક બળ, તણાવ $T$ અને માધ્યમના જડત્વીય ગુણધર્મ તરીકે રેખીય દળ ધનતા $\mu$,
$\mu=$દોરીનુંદળ$(m)$/દોરીની લંબાઈ$L$ સેવામાં આવે છે.
આ બંનેની મદદથી યાંત્રિક તરંગોની ઝડપ નક્કી થાય છે.
આ માટે $[\mu]=\left[ M ^{1} L ^{-1}\right]$ અને $[ T ]=\left[ M ^{1} L ^{1} T ^{-2}\right]$ એમ બંનેને એવી રીતે સંયોજિત કરવા પડે,કે જેથી તેમનું સંયોજન ઝડપના પરિમાણ આપે.
આવું સંયોજન $\frac{ T }{\mu}$ છે.
$\therefore \frac{\left[ M ^{1} L ^{1} T ^{-2}\right]}{\left[ M ^{1} L ^{-1}\right]}=\left[ L ^{2} T ^{-2}\right]$ જે વેગના વર્ગના પરિમાણ છે.
$\therefore v^{2} \propto \frac{ T }{\mu}$
$\therefore v= C \sqrt{\frac{ T }{\mu}}$
જ્યાં $C$ એ પરિમાણિક વિશ્લેષણનો અનિર્ણિત અચળાંક છે. જેનું મૂલ્ય $1$ મળે છે.
$\therefore$ ખેંચાયેલી દોરી પરના લંબગત તરંગની ઝડપનું સૂત્ર $v=\sqrt{\frac{ T }{\mu}}$ છે.
અહીં દોરી પર તરંગની ઝડપનો આધાર $T$ અને $\mu$ પર છે પણ તરંગની પોતાની તરંગલંબાઈ કે આવૃત્તિ પર આધારિત નથી.
દોરીની રેખીય ઘનતાની વ્યાખ્યા અને પારિમાણિક સૂત્ર લખો.
$12\, m$ લંબાઈ અને $6\, kg$ દળ ધરાવતા દોરડાને એક દઢ આધાર સાથે બાંધીને શિરોલંબ લટકાવે છે, અને $2\, kg$ દળના એક પદાર્થને તેના મુક્ત છેડા સાથે જોડેલ છે. દોરડાના નીચેના છેડેથી $6\, cm$ તરંગલંબાઈ ધરાવતા એક નાના લંબગત તરંગ ઉત્પન્ન કરવામાં આવે છે. જ્યારે આ તરંગ ઉપરના છેડે પહોચે ત્યારે તેની તરંગલંબાઈ ($cm$ માં) કેટલી હશે?
એક કોપર તારને તેના બંને છેડેથી બાંધવામાં આવ્યો છે. $50^{\circ} C$ તાપમાને નહિવત તણાવ સાથે તાર બાંધેલો છે. જો $Y=1.2 \times 10^{11}\,N / m ^2, \alpha=1.6 \times 10^{-5} \,\rho^{\circ} C$ અને $\rho=9.2 \times 10^3 \,kg / m ^3$, હોય તો $30^{\circ} C$ તાપમાને તારમાં લંબગત તરંગની ઝડપ ............... $m / s$ હોય
આપાત તરંગ $P$ હોય,તો પરાવર્તિત તરંગ કેવું થાય?
જો તારમાં રહેલું તણાવબળ ચાર ગણું કરવામાં આવે, તો તારમાં તરંગની ઝડપમાં શો ફેરફાર થશે ? તે જણાવો ?