ઘર્ષણરહિત સપાટી પર $V$ ઝડપથી ગતિ કરતો એક $M$ દળનો બ્લોક, બીજા સમાન $M$ દળના સ્થિર રહેલા બ્લોક સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે. અથડામણ પછી પ્રથમ બ્લોક તેની પ્રારંભિક ઝડપની દિશા સાથે $\theta $ ખૂણે અને $\frac{V}{3}$ ઝડપથી ગતિ કરે છે. અથડામણ પછી બીજા બ્લોકની ઝડપ કેટલી હશે?

  • [AIPMT 2015]
  • A

    $\frac{{2\sqrt 2 }}{3}V$

  • B

    $\frac{{\sqrt 3 }}{2}V$

  • C

    $\frac{3}{4}V$

  • D

    $\frac{3}{{\sqrt 2 }}V$

Similar Questions

$1\; kg $ નું દળ બિંદુ એ સ્થિર સ્થિતિએ રહેલા $5 kg$ ના દળ બિંદુ સાથે સ્થિતિ સ્થાપક રીતે અથડાય છે. તેઓના સંઘાત પછી $1\; kg$ દળનો પદાર્થ તેની દિશાની વિરૂદ્ધ $2 \;ms^{-1} $ ના વેગથી ગતિ કરે છે. આ બે દળોના તંત્ર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

જ્યારે બે કણો અથડાય છે ત્યારે સામાન્ય રીતે શું સાચું હશે?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લોલકના $A$ ગોળાને સમક્ષિતિજ સ્થાનેથી છોડતાં શિરોલંબ આવેલા બીજા સમાન અને સ્થિર રહેલાં $B$ ગોળા સાથે અથડાય છે. જો લોલકની લંબાઈ $1\,m$ હોય તો નીચે આપેલા પ્રશ્નોની ગણતરી કરો.

$(a)$ સંઘાત બાદ ગોળો $A$ કેટલી ઊંચાઈ સુધી જશે ?

$(b)$ $B$ ગોળો કેટલી ઝડપ સાથે ગતિ શરૂ કરશે ? ? ગોળાની સાઇઝ અવગણો અને સંઘાત સ્થિતિસ્થાપક ધારો.

$m$દળની ગોળીનો વેગ $v$ છે.તે $M$ દળના બ્લોક સાથે અથડાઇને બ્લોકમાં સ્થિર થાય છે.તો તંત્રની ગતિઊર્જા

વિધાન: બે પદાર્થો વચ્ચેના ઝડપી સંઘાત એ ધીમાં સંઘાત કરતાં વધારે ઉગ્ર હોય છે: જ્યારે પ્રારંભિક અને અંતિમ વેગ સમાન હોય ત્યારે પણ.

કારણ: પ્રથમ કિસ્સામાં વેગમાન વધારે હોય છે.

  • [AIIMS 2008]