જો વાહનનો વેગ ત્રણ ગણો કરીએ, તો સ્ટૉપિંગ અંતર કેટલું મળે ?
પ્રતિક્રિયા સમય (Reaction Time) કોને કહે છે અને તે શેના પર આધાર રાખે છે ?
પ્રારંભમાં વિરામ સ્થાને થી $x$-અક્ષ સાથે $x=0$ આગળના સંદર્ભ બિંદુ થી $v$ વેગ થી કે જે $v=4 \sqrt{x} \mathrm{~m} / \mathrm{s}$ મુજબ બદલાય છે. તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ_____$\mathrm{ms}^{-2}$હશે.
જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ધન હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
નીચે આપેલ કથનોને ધ્યાનપૂર્વક વાંચી ઉદાહરણ અને કારણ સહિત તે સાચાં છે કે ખોટાં તે દર્શાવો
કણની એક પરિમાણિક ગતિમાં,
$(a)$ કોઈ એક ક્ષણે તેની ઝડપ શૂન્ય હોવા છતાં તેનો પ્રવેગ અશૂન્ય હોઈ શકે છે.
$(b)$ ઝડપ શૂન્ય હોવા છતાં તેનો વેગ અશૂન્ય હોઈ શકે.
$(c)$ ઝડપ અચળ હોય, તો પ્રવેગ હંમેશાં શૂન્ય હોય.
$(d)$ પ્રવેગ ધન મૂલ્ય માટે ગતિ વધતી હોય છે.