- Home
- Standard 11
- Physics
પદાર્થના તાપમાનમાં વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કયાં પરિબળો પર આધારિત છે ?
Solution
પ્રથમ તબક્કામાં આપેલ જથ્થાના પાણીનું તાપમાન $20°\,C$ જેટલું વધારવા માટે લાગતો સમય સ્ટૉપવૉચથી નોંધો. ફરીથી સમાન જથ્થાના પાણીને તે જ ઉષ્મા પ્રાપ્તિસ્થાન વડે તેના તાપમાનમાં $40°\,C$ જેટલો વધારો કરવા માટે તે જ સ્ટૉપવૉચ મદદથી નોંધો. આ પરથી કહી શકાય કે સમાન જથ્થાના પાણીના તાપમાનમાં બમણો વધારો કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો બમણો હોય છે. બીજા તબક્કામાં બમણા જથ્થાનું પાણી લઈ તે જ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનની મદદથી તેના તાપમાનમાં $20°\,C$ નો વધારો કરવા માટે લાગતો સમય, પ્રથમ તબક્કામાં લાગતા સમય કરતાં બમણો હશે. ત્રીજા તબક્કામાં, પાણીને બદલે તેટલા જ જથ્થામાં કોઈ તેલ (સરસવ તેલ) ને ઉષ્માં પ્રાપ્તિસ્થાનની મદદથી ગરમ કરી તેના તાપમાનમાં $20°\,C$ નો વધારો કરવા માટે પ્રથમ તબક્કામાં લાગતાં સમય કરતાં ઓછો હોય છે. એટલે કે સમાન જથ્થાના તેલ અને પાણીના તાપમાનમાં સમાન વધારો કરવા જરૂરી ઉષ્માનો જથ્થો જુદો છે. તે માટે ઉષ્માનો જથ્થો ઓછો છે. આ અવલોકનો દર્શાવે છે કે આપેલા પદાર્થને ગરમ કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો પદાર્થના દળ $m$, તાપમાનનો ફેરફાર $\Delta T$ અને પદાર્થની જાત પર આધારિત છે. જયારે આપેલ ઉષ્માનો જથ્થો પદાર્થ વડે શોષાય કે ઉત્સર્જાય ત્યારે તેના તાપમાનમાં ફેરફાર થાય છે. આ લાક્ષણિકતાને પદાર્થની ઉષ્માધારિતા $(heat\,capacity)$ કહે છે. ઉષ્માધારિતા $s :$ પદાર્થને આપેલ ઉષ્માનો જથ્થો $\Delta Q$, અને તેને અનુરૂપ પદાર્થના તાપમાનમાં થતા ફેરફાર $\Delta T$ ના ગુણોત્તરને પદાર્થની ઉષ્માધારિતા $S$ અથવા $H$ કહે છે.
$\therefore$ઉષ્માધારિતા $S =\frac{\Delta Q }{\Delta T }$
જયાં $\Delta Q$ એ પદાર્થના તાપમાનમાં $\Delta T$ જેટલો ફેરફાર કરવા માટે આપેલ ઉષ્માનો જથ્થો છે. ઉષ્માધારિતાના મૂલ્યનો આધાર પદાર્થની જાત અને પદાર્થના દળ પર છે.
એક જ દ્રવ્યના બનેલા પણ જુદા-જુદા દળવાળા પદાર્થોની ઉષ્માધારિતા જુદી જુદી હોય છે.
ઉષ્માધારિતાનો એકમ $JK ^{-1}$ અથવા $cal$ $K ^{-1}$ છે.