શિરોલંબ દિશામાં $35 \;m s ^{-1}$ ના વેગથી વરસાદ પડી રહ્યો છે. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં $12 \;m s ^{-1}$ ઝડપથી સાઇકલ ચલાવી રહી છે. વરસાદથી બચવા માટે તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આકૃતિ માં $v _{ r }$ વરસાદનો વેગ અને $v _{ b }$ મહિલા દ્વારા ચલાવાતી સાઇકલનો વેગ દર્શાવે છે. આ બંને વેગ જમીનની સાપેક્ષે છે. મહિલા સાઈકલ ચલાવતી હોવાથી તેણીને વરસાદનો વેગ સાઇકલની સાપેક્ષે અનુભવાશે. એટલે કે, $v _{ rb }= v _{ r }- v _{ b }$

આકૃતિ માં દર્શાવ્યા અનુસાર આ સાપેક્ષ વેગ શિરોલંબ દિશા સાથે ) કોણ બનાવશે. જેનું મૂલ્ય,

$\tan \theta=\frac{v_{b}}{v_{r}}=\frac{12}{35}=0.343$ થશે.

એટલે કે, $\theta \equiv 19^{\circ}$

આમ, મહિલાએ પોતાની છત્રી શિરોલંબ દિશા સાથે $19^{\circ}$ ના ખૂણે પશ્ચિમની તરફ રાખવી જોઈએ. તમે આ ઉદાહરણ અને ઉદાહરણ $1$ વચ્ચેનો ભેદ પારખો. ઉદાહરણ $1$ માં બાળકને બે વેગોના પરિણામી વેગ (સદિશ સરવાળો)નો અનુભવ થાય છે. જ્યારે આ ઉદાહરણમાં મહિલાને સાઇકલના સાપેક્ષે વરસાદના વેગ (બંને વેગોની સદિશ બાદબાકી)નો અનુભવ થાય છે.

885-s6

Similar Questions

ચાર વ્યક્તિઓ $K,\,L,\,M$ અને $N$ એ $d$ ધીમે ધીમે ઘટતી બાજુ લંબાઈ વાળા ચોરસ ના ખૂણાઓ પર છે. $K$ એ $L$ તરફ, $L$ એ $M$ તરફ, $M$ એ $N$ તરફ અને $N$ એ $K$ તરફ ગતિ ચાલુ કરે , તો ચારેય વ્યક્તિઓ ક્યારે ભેગા થશે?

  • [IIT 1984]

૨સ્તા ઉપર ઉભેલી છોકરી વરસાદથી બચવા માટે તેની છત્રી શિરેલંબ સાથે $45^{\circ}$ ના કોણે પકડી રાખે છે. જે તે છત્રી વગર $15 \sqrt{2} \,kmh ^{-1}$ ઝડપે દોડવાનું શરૂ કરે તો વરસાદનાં બુંદો તેના માથા પર શિરોલંબ રીતે અથડાય (૫ડે) છે. ગતિ કરતી છોકરીની સાપેક્ષ વરસાદના બુંદોની ઝડ૫ ...........  $kmh ^{-1}$ હશે.

  • [JEE MAIN 2022]

નદીની પહોળાય $1\; km$ છે. હોડીનો વેગ $ 5 \,km/h$ છે. હોડી શક્ય એવા ટૂંકા માર્ગ પરથી $15$ મિનિટમાં નદી પાર કરે છે. તો નદીના પાણીનો વેગ ($km/h$ માં) કેટલો હશે?

  • [AIPMT 1998]

નદી $2\,km/h$ ની ઝડપે વહે છે. તરવૈયો $4\,km/h$ ની ઝડપથી તરી શકે છે. નદીને સીધી પાર કરવા માટે નદીના પ્રવાહની સાપેક્ષે તરવૈયાની દિશા ($^o$ માં) શું હોવી જોઈએ?

  • [JEE MAIN 2019]

રામ $6 \,m / s$ ની ઝડપે પૂર્વ દિશામાં ગતિ કરે છે અને શ્યામ ઉત્તર-પૂર્વના $30^{\circ}$ ના ખૂણે $6 \,m / s$ ની ઝડપે ગતિ કરે છે. તો તેના સાપેક્ષ વેગનું મુલ્ય .............  $m / s$ થાય ?