પર્ણવિન્યાસ એટલે શું ? સમજાવો.
$\Rightarrow$ પર્ણવિન્યાસ : પ્રકાંડ કે તેની શાખાઓ પર પર્ણોની ગોઠવણીને પર્ણવિન્યાસ કહે છે.
$\Rightarrow$ તે સામાન્ય રીતે ત્રણ પ્રકારની હોય છે : એકાંતરિક (Alternate), સન્મુખ (Opposite) અને ભ્રમિરૂપ (ચક્રાકાર - Whorled).
$\Rightarrow$ એકાંતરિક : એક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે. ઉદા., જાસૂદ, રાઈ અને સૂર્યમુખી વગેરે.
$\Rightarrow$ સન્મુખ : એક ગાંઠ પરથી એકબીજાની સામસામે એક ગાંઠ પરથી પર્ણની જોડ (બે પર્ણો) વિકસે છે. ઉદા., આકડો (Calotropis) અને જામફળ (Guava).
$\Rightarrow$ ભ્રમિરૂપ : જો એક ગાંઠ પરથી બે કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે તેને ભ્રમિરૂપ પર્ણવિન્યાસ કહે છે. ઉદા., સપ્તપર્ણી (Alstonia)
લાંબો, પાતળો, નરમ $.......$ એ પર્ણપત્રોને પવનમાં ફરકી શક તે રીતે અનુબદ્ધ રાખે છે જેથી પર્ણસસપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે છે.
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પ્રકલિકા
$(ii)$ ઉપપર્ણ
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ પર્ણ એ : પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: પર્ણતલ ફૂલીને મોટો બને છે ...........
$(ii)$ લીમડામાં : પીંછાંકાર સંયુક્તપર્ણ :: શીમળામાં : ............
..........એ પર્ણનું રૂપાંતર છે.
અયોગ્ય જોડી પસંદ કરો.