- Home
- Standard 12
- Physics
સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિધુતસ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટી પરના મૂલ્ય જેટલું જ હોય છે તેમ સમજાવો.
Solution

સુવાહકની અંદરના ભાગમાં $\overrightarrow{ E }=0$ હોવાથી અને સપાટી પર $\overrightarrow{ E }$ નો કોઈ સ્પર્શીય ધટક ન હોવાથી નાના પરીક્ષણ વિદ્યુતભારોને સુવાહકની અંદરના ભાગમાં અને સપાટી પર ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી.
એટલે કे સુવાહકની અંદરના કे સપાટી પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત નથી તેથી સપાટી પર અંદર વિદ્યુતભારને ગતિ કરાવવા કોઈ કાર્ય કરવું પડતું નથી.
જો સુવાહક વિદ્યુતભારિત હોય તો વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરપપે હોય છે એટલે કે સપાટી પરનું સ્થિતિમાન અને સપાટીની તરત બહારના બિંદુનું સ્થિતિમાન જુદૂ છે.
યાદ્છિક પરિમાણ, આકાર અને વિદ્યુતભાર વિતરણ ધરાવતા સુવાહકોના તંત્રમાં દરેક સુવાહકને લાક્ષણિક અચળ મૂલ્યનું
સ્થિતિમાન હોય છે, પરંતુ આ અચળાંક જુદા જુદા સુવાહકો માટે જુદો જુદો હોઈ શકે છે જે આકૃતિમાં દર્શાવ્યું છે.