સમૂહ $-13$ માં $+1$ ઓક્સિડેશન અવસ્થા અને સમૂહ $-14$ માં $+2$ ઓક્સિડેશન અવસ્થા પરમાણુક્રમાંક વધતાં વધારે સ્થાયી થાય છે. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમૂહ$-13, 14, 15$ અને $16$ માં નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે કહી શકાય કે સમૂહની સ્થાયી સંયોજકતા સમૂહની મહત્તમ સંયોજકતાના મૂલ્યમાંથી $2$ બાદ કરતાં મળે છે. આથી સમૂહ$-13$ ની સંયોજકતા $+8$ છે. તેની સ્થાયી સંયોજકતા $+1$ પણ મળે છે. બોરોનના નાના કદના કારણે તે મહત્તમ $B^{+3}$ સંયોજકતા ધરાવે છે. તેમાં તેનો ઑક્સિડેશન આંક $+3$ છે. $Tl$ માટે અને $Ga$ માટે $+1$ ઑક્સિડેશન અવસ્થા વધારે જોવા મળે છે. જે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે હોય છે. નવો દાખલ થતો ઇલેક્ટ્રૉન $ns$ કક્ષકની જગ્યાએ $(n -1)d$ કક્ષકમાં જાય છે. જે કેન્દ્રની વધારે નજીક હોય છે. આથી આકર્ષણ વધે છે. આથી $S$ કક્ષકમાં ઇલેક્ટ્રૉન બંધ બનાવવા માટે હાજર હોતા નથી. જેને નિષ્ક્રિય યુગ્મ અસર પણ કહી શકાય.$ns$ કક્ષકની બંધમાં ભાગ લેવા માટેની ક્ષમતામાં થતા ઘટાડાને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે. નિષ્ક્રિય યુગ્મ અસર $n$ નું મૂલ્ય $4$ કરતાં વધારે હોય ત્યારે વધારે જોવા મળે છે અને $n$ ના વધતા મૂલ્ય સાથે વધે છે.

આમ, સમૂહ$-14$ માં $4$ સંયોજકતા ઇલેક્ટ્રૉન આવેલ હોવાથી તે $+1$ કે $-4$ ઑક્સિડેશન અવસ્થા આપી શકે છે.

$Ge, Sn$ અને $Pb\,+2$ ઑક્સિડેશન અવસ્થા ધરાવે છે. કારણ કે તેમાં નિષ્ક્રિય યુગ્મ અસર જોવા મળે છે. $Sn^{+2}$ અને $Pb^{+2}$ સ્વભાવે આયોનિક હોય છે.$+2$ સંયોજકતાનું વલણ સમૂહમાં નીચે તરફ જતાં વધે છે.

Similar Questions

યાદી $-I$ ની યાદી $-II$ સાથે મેળ કરો:

યાદી $-I$ યાદી $-II$
$(a)$ ${NaOH}$ $(i)$ એસિડિક
$(b)$ ${Be}({OH})_{2}$ $(ii)$ બેઝિક
$(c)$ ${Ca}({OH})_{2}$

$(iii)$ એમ્ફોટેરિક

$(d)$ ${B}({OH})_{3}$  
$(e)$ ${Al}({OH})_{3}$  

નીચે આપેલા વિકલ્પમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

  • [JEE MAIN 2021]

નીચેનામાંથી ક્યુ નિષ્ક્રિય યુગ્મ અસરનો કમ દર્શાવે છે?

$Al_4C_3$  એ આયનીય કાર્બાઇડ છે, જેને શું નામ આપવામાં આવ્યું છે ?

$\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3} \mathrm{Cl}_{3}$ $(A)$ ની $\mathrm{LiBH}_{4}$ સાથે ટેટ્રોહાઇડ્રોફ્યુરાનમાં પ્રક્રિયા અકાર્બનિક બેન્ઝિન $(\mathrm{B})$ આપે છે. ફરીથી,$(A)$ ની $(\mathrm{C})$ સાથેની પ્રક્રિયા $\mathrm{H}_{3} \mathrm{N}_{3} \mathrm{B}_{3}(\mathrm{Me})_{3}$ આપે છે. સંયોજનો $(\mathrm{B})$ અને $(\mathrm{C})$ અનુક્રમે જણાવો. 

  • [JEE MAIN 2020]

નીચેનામાંથી કયા ગુણધર્મો બોરોન અને સિલિકોન વચ્ચેના વિકર્ણ સંબંધ નું વર્ણન કરે છે ?