''નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી(બે ગણી) છે'' આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
(નોટબુકની કિંમત $\rm {Rs.}$ $x$ તથા પેનની કિંમત $\rm {Rs.}$ $y$ લો).
ધારો કે નોટબુકની કિંમત $\rm {Rs.}$ $x$ છે.
પેનની કિંમત $\rm {Rs.}$ $y$ છે.
નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે.
$\therefore x=2 \times y$
$\therefore x=2 y$
$\therefore x-2 y=0$
આમ, માંગેલ સુરેખ સમીકરણ $x -2y = 0$ છે.
આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(4,\,0)$
નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $3 = 2x + y$
નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $x=3 y$
આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(2,\,0)$
નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $y=3 x$