નીચે દર્શાવેલ દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
$(i)$ $x=-\,5$
$(ii)$ $y=2$
$(iii)$ $2x=3$
$(iv)$ $5y=2$
બિંદુ $(2,\, 14)$ માંથી પસાર થતી બે રેખાઓનાં સમીકરણો આપો. આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે ?
સમીકરણ $x + 2y = 6$ ના ચાર ભિન્ન ઉકેલ મેળવો.
આકૃતિમાં દર્શાવેલા દરેક આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી કયા સમીકરણનો આલેખ છે તે પસંદ કરો :
$(a)$ આકૃતિ $(i)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=x$ $(iv)$ $y=2 x+1$
$(b)$ આકૃતિ $(ii)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=2x+4$ $(iv)$ $y=x-4$
$(c)$ આકૃતિ $(iii)$ માટે,
$(i)$ $x+y=0$ $(ii)$ $y=2 x$ $(iii)$ $y=2x+1$ $(iv)$ $y=2 x-4$
આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(4,\,0)$