તમે જાણો છો કે વસ્તુ પર લાગતું બળ એ વસ્તુ પર ઉદ્ભવતા પ્રવેગના સમપ્રમાણમાં હોય છે. આ પરિસ્થિતિ દર્શાવતું સમીકરણ લખો અને આલેખ પર તે દર્શાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

અહીં સંકળાયેલા ચલ એ બળ અને પ્રવેગ છે, ધારો કે લાગુ પડતું બળ $y$, એકમ અને ઉત્પન્ન થતો પ્રવેગ $x$ એકમ છે. ગુણોત્તર પ્રમાણ અનુસાર તમે આ હકીકતને $y = kx$, સ્વરૂપે દર્શાવી શકો, જયાં $k$ અચળ છે. (તમારા વિજ્ઞાનના અભ્યાસ પરથી તમે જાણો છો કે હકીકતમાં કે એ વસ્તુનું દળ છે)

હવે, આપણે $k$ ની કિંમત જાણતા નથી. આથી આપણે $y =kx$ નો ચોક્કસ આલેખ ન દોરી શકીએ. હકીકતે જો આપણને $k$ ની ચોક્કસ કિંમત આપવામાં આવે તો આપણે તેનો આલેખ દોરી શકીએ. ધારો કે $k= 3$. આથી આપણે $y = 3x$ દર્શાવતી રેખા દોરી શકીએ. આ માટે આપણે તેના ઉકેલ પૈકી બે ઉકેલ શોધીએ જેમ કે $(0,\, 0)$ અને $(2,\, 6)$ (જુઓ આકૃતિ).

આલેખ પરથી આપણે જોઈ શકીએ કે જ્યારે $3$ એકમ બળ લાગુ થાય ત્યારે $1$ એકમ પ્રવેગ ઉત્પન્ન થાય. વળી એ પણ જુઓ કે $(0,\, 0)$ આલેખ પર આવેલું છે એનો અર્થ એ થાય કે જયારે લાગુ પડતું બળ $0$ એકમ હોય તો ઉત્પન્ન થતો પ્રવેગ પણ $0$ એકમ થાય.

નોંધ : $y = kx$ સ્વરૂપના સમીકરણનો આલેખ રેખા હોય અને તે હંમેશાં ઊગમબિંદુમાંથી પસાર થાય છે.

1104-s26

Similar Questions

સમીકરણ $x + 2y = 6$ ના ચાર ભિન્ન ઉકેલ મેળવો.

$y= 3$ સમીકરણનું $(i)$ એક ચલમાં $(ii)$ બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો.

આકૃતિ $(i)$ અને આકૃતિ $(ii)$ માં આપેલા આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય સમીકરણ પસંદ કરો.

આકૃતિ $(i)$ માટે                                         આકૃતિ $(ii)$ માટે

$(a)$ $y=x$                                              $(a)$ $y=x+2$

$(b)$ $x+y=0$                                     $(b)$ $y=x-2$

$(c)$ $y=2 x$                                           $(c)$ $y=-x+2$

$(d)$ $2+3 y=7 x$                                $(d)$ $x+2 y=6$

નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $y=3 x$

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $x=3 y$