કોઈ પદાર્થ સ્થિર સ્થિતિમાંથી ગતિનો આરંભ કરતાં પહેલાં $2 \,s$ માં $20\, m$ અને ત્યારપછીની $4\, s$ માં $160\, m$ ગતિ કરે છે, તો પ્રારંભથી $7\, s$ બાદ તેનો વેગ શોધો.
ધારો કે, એક બાળક $10 \,ms^{-1}$ જેટલી અચળ ઝડપે ફરતા ચકડોળ (મેરી-ગો-રાઉન્ડ)નો આનંદ માણી રહ્યો છે જે સૂચવે છે કે બાળક ......
એક સાઇકલ-સવારની ગતિ માટે વેગ $\to $ સમયનો (આકૃતિ) આલેખ દર્શાવેલ છે, તો તેનો $(i)$ પ્રવેગ $(ii)$ વેગ $(iii)$ $15\, s$. માં સાઇકલ-સવારે કાપેલ અંતરની ગણતરી કરો.
અહીં દર્શાવેલ કયા પ્રકારની ગતિમાં કાપેલ અંતર અને સ્થાનાંતરનાં મૂલ્યો સમાન મળે છે ?
$5 \times 10^4\, ms^{-1}$ ના વેગથી ગતિમાન ઇલેક્ટ્રૉન, કોઈ સમાન વિધુતક્ષેત્રમાં પ્રવેશી, ગતિની દિશામાં $10^4\, ms^{-2}$ નો નિયમિત પ્રવેગ પ્રાપ્ત કરે છે, તો
$(i)$ પદાર્થ તેના પ્રારંભિક વેગથી બમણો વેગ મેળવે તે માટેના સમયગાળાની ગણતરી કરો.
$(ii) $ આ સમય દરમિયાન ઇલેક્ટ્રૉન કેટલું અંતર કાપશે ?