પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર વિષુવવૃત્ત પાસે લગભગ $0.4\, G$ જેટલું છે. પૃથ્વીની દ્વિ-ધ્રુવી ચાકમાત્રા (ડાયપોલ મોમેન્ટ) શોધો.
સમીકરણ પરથી, વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર
$B_{E}=\frac{\mu_{0} m}{4 \pi r^{3}}$
આપણને $B_{E} \sim 0.4 G =4 \times 10^{-5} \,T$ આપેલ છે. $r$ તરીકે આપણે પૃથ્વીની ત્રિજ્યા $6.4 \times 10^{6} \,m$ લઈ શકીએ. આથી,
$m=\frac{4 \times 10^{-5} \times\left(6.4 \times 10^{6}\right)^{3}}{\mu_{0} / 4 \pi}$$=4 \times 10^{2} \times\left(6.4 \times 10^{6}\right)^{3} \;\;\left(\mu_{0} / 4 \pi=10^{-7}\right)$
$=1.05 \times 10^{23} \,Am ^{2}$
જે ભૂચુંબકત્વ માટેના પુસ્તકોમાં દર્શાવેલ મૂલ્ય $8 \times 10^{22}\; A m ^{2}$ ની નજીક છે.
એક વિદ્યુતભારિત કણ (વિદ્યુતભાર $q$) $R$ ત્રિજયાના વર્તુળમાં એકસમાન ઝડપ $v$ થી ગતિ કરે છે. ચુંબકીય મોમેન્ટ $\mu $ શેના દ્વારા આપવામાં આવે છે
એક ચુંબકનો ઉતર ધ્રુવ ઉતર દિશા તરફ રાખીને મૂકતા, તેના વિષુવવૃત રેખા પર રહેલા $ P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર શૂન્ય થાય છે.હવે ચુંબકને $90˚ $ ફેરવતા $P$ બિંદુએ ચુંબકીયક્ષેત્ર કેટલું થાય? પૃથ્વીના ચુંબકીયક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $B_H$ છે.
$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.
$\mathrm{R}$ બિજ્યાના ગોળાના કેન્દ્ર પર મૂકેલી ${{\rm{\vec m}}}$ ડાઇપોલ મોમેન્ટ ધરાવતી બિંદુવતું ચુંબકીય કાઇપોલ માટે ગોસનો નિયમ ચકાસો.
ગજિયા ચુંબક અને સોલોનોઇડની ચુંબકીય ક્ષેત્રરેખાઓની સામ્યતા શું દશવિ છે ? તે જણાવો ?