- Home
- Standard 12
- Physics
ચુંબકનો દિશા દર્શાવવાના ગુણધર્મનો સૌ પ્રથમ ઉપયોગ કોણે કર્યો ? અને શા માટે કર્યો ? તે જણાવો .
Solution

ચુંબકના લાંબા પાતળા ટુકડાને છૂટથી ફરી શકે તે રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવે છે.
જ્યારે તેને બૂચના ટુકડા પર મૂકીને સ્થિર પાણી પર તરતો મૂકવામાં આવે ત્યારે તે ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવે છે.
કુદરતી રીતે મળી આવતાં આયર્ન મેગ્નેટાઈટના ખનીજને લોહચુંબક નામ આપવામાં આવ્યું જેનો અર્થ માર્ગદર્શક પથ્થર થાય છે.
ચુંબકનો સૌ પ્રથમ ઉપયોગ ચીનના લોકોએ દરિયામાં મુસાફરી કરતી વખતે દિશા નક્કી કરવા માટે કર્યો હતો.
ગોબીનું રણ પાર કરવા માટે વણઝારા ચુંબક (સુંબકીય સોય)નો ઉપયોગ કરતાં હતાં.
ચાર હજાર વર્ષ પહેલાં હુઆંગ-ટી $(Huang-ti)$ નામના સમ્રાટે તેના કસબીઓ (ઈજનેરો)પાસે એક રથ બનાવડાવ્યો, જેના
પર પહોળ હાથ કરેલ એક ચુંબકીય. પ્રતિમા મૂકી હતી.
આ પ્રતિમા એવી રીતે ફરી શકતી હતી કે પ્રતિમાની આંગળી હંમેશાં દક્ષિણ દિશા જ દર્શાવે.
આ રથની મદદથી હુઆંગ-ટીના લશ્કર ગાઢ ધુમ્મસમાં પણ દૂશ્મન પર પાછળથી હુમલો કરીને તેને પરાજિત કર્યો હતો.