તારનો પૃથ્વીની સપાટી ઉપર લંબાઈમાં વધારો $10^{-4} \,m$ છે. આ જ પરિમાણ ધરાવતા આ જ તારનો બીજા ગ્રહ પર લંબાઈનો વધારો $6 \times 10^{-5} \,m$ થાય છે. તે ગ્રહ પર ગુરૂત્વીય પ્રવેગ ............ $ms ^{-2}$ હશે, પૃથ્વીની સપાટી ઉપર ગુરૂત્વપ્રવેગનું મૂલ્ય $10 \,ms ^{-2}$ છે.

  • [JEE MAIN 2022]
  • A

    $0$

  • B

    $2$

  • C

    $4$

  • D

    $6$

Similar Questions

$Y$ યંગ મોડયુલસ ધરાવતા તારમાં પ્રતિબળ $S$ છે,તો એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?

  • [IIT 1992]

ત્રણ સળીયાની લંબાઈ $l, 2l$ અને $3l$ અને આડછેદનુ ક્ષેત્રફળ $A, 2 A$ અને $3 A$ ને દઢ પદાર્થ સાથે જોડેલ છે. આ ત્રણેયના સંયોજન પર લાગતુ બળ $F$ છે. તો સળીયામાં લંબાઈમા થતો વધારો (સળીયાનો યંગ મોડ્યુલસ $Y$ અને સળીયા દળ રહીત છે.)

નીચે આપેલ ક્યા ગ્રાફ માંથી પોતાનાજ વજનના લીધે થતુ વિસ્તરણ $(y) \rightarrow$ સળીયાની લંબાઈનો સંપૂર્ણ સાચો ગ્રાફ દર્શાવે છે.

$3.0\, mm$ જેટલો સમાન વ્યાસ ધરાવતાં, છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે $2.2\, m$ અને $1.6\, m$ છે. જ્યારે તેમને બોજ (Load) વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો $0.70\, mm$ મળે છે. લાગુ પાડેલ બોજ મેળવો.

સ્ટીલનો યંગ મોડયુલસ, પિત્તળના યંગ મોડયુલસ કરતાં બમણો છે. સમાન લંબાઇ અને સમાન આડછેદનું ક્ષેત્રફળવાળા એક સ્ટીલ અને બીજા પિત્તળના તારને એક જ છત પરથી લટકાવેલ છે. જો બંને તારના છેડે વજન લટકાવવાથી નીચેના છેડાઓ એક જ સ્તર પર હોય, તો સ્ટીલ અને પિત્તળના તારોના છેડે લટકાવેલ વજનનો ગુણોત્તર કેટલો હોવો જોઇએ?

  • [AIPMT 2015]