નિમ્ન ચાર તાર સમાન દ્રવ્યના બનેલા છે. જયારે સમાન તણાવ આપવામાં આવે ત્યારે કયા તારમાં મહત્તમ વધારો થશે?
લંબાઈ $ =50 \;cm$, વ્યાસ $=0.5\; mm$
લંબાઈ $=100 \;cm$, વ્યાસ $=1\; mm$
લંબાઈ $= 200 \;cm$, વ્યાસ $= 2\; mm$
લંબાઈ $= 300 \;cm$, વ્યાસ $= 3\; mm$
એક સ્ટીલના તારને વજન આપીને ખેચવામાં આવે છે.તેનો યંગ મોડ્યુલસ $Y$ છે.જો $Y$ માં ઘટાડો કરવામાં આવે તો ...
યંગ મોડ્યુલસ શોધવાના પ્રયોગમાં $5\, mm$ ત્રિજ્યા અને $1 \,m$ લંબાઈ ધરાવતા પાતળા તારના એક છેડા પર $50\,\pi kN$ નું બળ લગાવવામાં આવે છે. બધી લંબાઈના માપનમાં લેવાતા સાધનની લઘુતમ માપશક્તિ $0.01\, mm$ હોય તો નીચે પૈકી કયું વિધાન ખોટું પડે?
સર્કસમાં માનવ પિરામિડમાં સંતુલિત ગ્રુપનો તમામ બોજ એક વ્યક્તિ કે જે પોતાની પીઠના સહારે સુઈ ગયો હોય છે તેના પગ પર ટેકવાય છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ). પિરામિડની રચના કરતાં તમામ કલાકારો, પાટિયા અને ટેબલનું કુલ દળ $280\, kg$ છે. તળિયે પોતાની પીઠ પર સૂઈ રહેલ વ્યક્તિનું દળ $60\, kg$ છે. આ વ્યક્તિના દરેક સાથળનાં હાડકાંની લંબાઈ $50\, cm$ અને અસરકારક ત્રિજ્યા $2.0\, cm$ છે. વધારાના બોજને કારણે સાથળના દરેક હાડકાનું સંકોચન શોધો.
કુદરતી ચનાઓ પ્રતાન વિકૃતિને કારણે તૂટવાને બદલે મોટે ભાગે વળ કે નમનને કારણે ઉદ્ભવેલા મોટા મૂલ્યના ટોર્કને કારણે તૂટી પડે છે. કોઈ બંધારણની તૂટી પડવાની આવી ક્રિયાને વંકન કહે છે. વૃક્ષો જેવી ઊંચી નળાકારીય રચનાઓના નમન માટેનું જવાબદાર ટોર્ક, તેના પોતાના વજનને કારણે ઉદ્ભવતું હોય છે. આવા કિસ્સામાં તેના ગુરુત્વકેન્દ્રમાંથી પસાર થતો શિરોલંબ, તેના પાયામાંથી પસાર થતો હોતો નથી. આ શિરોલંબને અનુલક્ષીને વૃક્ષના નમન માટેનું જરૂરી ટોર્ક $\frac{{Y\pi {r^4}}}{{4R}}$ જેટલું હોય છે. જ્યાં $Y =$ યંગ મોડ્યુલસ, $r =$ વૃક્ષના થડના આડછેદની ત્રિજ્યા તથા $R$ $=$ નમેલા વૃક્ષ વડે રચાયેલા વક્રની વક્રતાત્રિજયા. પ્રસ્તુત કિસ્સામાં વૃક્ષના થડના આડછેદની આપેલી ત્રિજયા માટે વૃક્ષની સીમાંત ઊંચાઈ (Critical Height) નો અંદાજ મેળવો.
એક સમાન ધાત્વીય તાર પર $F$ જેટલું રેખીય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈ $0.04 \,m$ જેટલી વધે છે. જો તેની લંબાઈ અને વ્યાસ બમણો કરવામાં આવે તો તે સમાન બળ માટે પ્રતાન (લંબાઈ) માં વધારો ........ $cm$ થશે.