પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે $(4.23 \pm 0.01)cm$ અને $(3.87 \pm 0.01) cm$ છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?
$(0.36 \pm 0.02)\,\,cm$
$(0.18 \pm 0.02)\,\,cm$
$(0.36 \pm 0.01)\,\,cm$
$(0.18 \pm 0.01)\,\,cm$
પ્રયોગમાં સાદા લોલકના દોલનના સમયગાળાની યાદી અનુક્રમે $2.63\,s, 2.56\,s, 2.42\,s, 2.71\,s$ અને $2.80\,s$ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલા ........... $s$ હશે?
વાયુની બે વિશિષ્ટ ઉષ્મા $C_P = (12.28 \pm 0.2)$ એકમ અને $C_V = (3.97 \pm 0.3)$ એકમ હોય તો વાયુ અચળાંક $R$ નું મૂલ્ય કેટલું થાય?
જો ગોળાની ત્રિજ્યા માપવામાં $2\,\%$ ની ત્રુટિ હોય, તો ગોળાના કદની ગણતરી કરવામાં ત્રુટિ ($\%$ માં) કેટલી હશે?
બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$ ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?
એક સમરૂપ લાકડીની લંબાઈ $100.0 \,cm$ અને તેની ત્રિજ્યા $1.00 \,cm$ છે. જો લંબાઈને $1 \,mm$ ન્યુનતમ માપન શક્તિ ધરાવતા મીટરના સળિયાથી માપવામાં આવે અને ત્રિજ્યાને $0.1 \,mm$ ન્યૂનતમ માપન ક્ષમતા ધરવાતા વર્નીયર કેલીપર્સથી માપવામાં આવે તો નળાકારની ધનતાની ગણતરીમાં પ્રતિશત ત્રુટી ............ $\%$ હશે ?