લાકડાના ટુકડાની લંબાઈ $l $ પહોળાઈ $b$ અને જાડાઈ $ t $ છે જે માપ પટ્ટીની મદદથી આપેલ છે. શક્ય ત્રુટિઓ સાથેનું પરિણામ $l= 15.12 \pm 0.01 \,cm$ , $b = 10.15 \pm 0.01 \,cm, t = 5.28 \pm 0.01 \,cm $ છે. કદમાં યોગ્ય સાર્થક આંકના સંદર્ભમાં પ્રતિશત ત્રુટિ........ $\%$ હશે .
$0.28$
$0.36$
$0.48$
$0.64$
પતરા પર લાગતા બળ અને તેની બાજુઓની લંબાઈની મદદથી ચોરસ પતરા પરનું દબાણ માપેવામાં આવે છે, જો બળ અને લંબાઈના માપનમાં મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $2\%$ હોય તો દબાણના માપનમાં મહત્તમ ત્રુટિ ........ $\%$ હશે .
નીચે બે વિધાનો આપેલા છે. જેમાં એક વિધાન$-A$ છે અને બીજું વિધાન કારણ$-R$ છે.
વિધાન $A:$ એક ગોળાકાર પદાર્થ કે જેની ત્રિજ્યા $(5 \pm 0.1)\,mm$ અને ખાસ ધનતા ધરાવતો હોય, તેને અચળ ધનતા ધરાવતા પ્રવાહીમાં ફેકવામાં આવે છે. તેના અંતિમ વેગની ગણતરી ટકાવારી ત્રુટી $4 \%$ છે.
કારણ$-R:$ ગોળાકાર પદાર્થ નો અંતિમ વેગ જયારે પ્રવાહીની અંદર ફેંકવામાં આવે છે ત્યારે તેની ત્રિજ્યા ના વ્યસ્ત પ્રમાણમાં છે.
ઉપરોક્ત વિધાનોની સમર્થનને આધારે, નીચેના યોગ્ય વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
ભૌતિક રાશિઓના અવલોકન (માપન)માં ઉદ્ભવતી ત્રુટિઓના પ્રકારો લખીને સમજાવો.
ભૌતિક રાશિ $ X = {M^a}{L^b}{T^c} $ માં $M,L$ અને $T$ માં પ્રતિશત ત્રુટિ $ \alpha ,\beta $ અને $ \gamma $ હોય, તો ભૌતિક રાશિ $X$ માં પ્રતિશત ત્રુટિ કેટલી થાય?
અવરોધ $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ $R_2 = 200 \pm 4\Omega$ ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?