સમાન દ્રવ્ય અને સમાન આડછેદના બનેલા બે સળિયાની લંબાઇ $0.6 m$ અને $ 0.8 m$ છે.પહેલા સળિયાના બે છેડાના તાપમાનો $ {90^o}C $ અને $ {60^o}C $ અને બીજા સળિયાના બે છેડાના તાપમાનો $150^oC$ અને $ {110^o}C $ . છે.તો કયાં સળિયામાંથી વધારે ઉષ્માનું વહન થશે?
પહેલો
બીજો
બંનેમાં સમાન
એકપણ નહિ
આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક દિવાલમાં એકાંતરે ક્રમશ: $K_1 $ અને $K_2$ ઉષ્મા વાહકતા ધરાવતા $d$ લંબાઇના બ્લોક્સ ધરાવે છે. આ બ્લોક્સના આડછેદના ક્ષેત્રફળ સમાન છે. આ દિવાલની ડાબી અને જમણી બાજુ વચ્ચેની સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી થાય?
સમાન લંબાઇ ધરાવતા બે સળિયા $A$ અને $B$ ની ઉષ્મા વાહકતા $ 300\;W/m{\;^o} C $ અને $ 200\;W/m{\;^o} C $ છે.તો સંપર્ક સપાટીનું તાપમાન ...... $^oC$ હશે .
સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટને શ્રેણીમાં રાખેલ છે. તેમની જાડાઈ અને ઉષ્માવાહકતાના બંને $2:3$ ના ગુણોત્તર છે. એક પ્લેટની બહારની સપાટીનું તાપમાન $100 °C$ અને બીજીનું $0°C$ છે. સામાન્ય સપાટીનું તાપમાન ....... $^oC$
પાત્રમાં પ્રવાહી ભરીને તેને $20°C$ તાપમાને ઓરડામાં મૂકેલ છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $80°C$ હોય, ત્યારે તે $60 \,\,cal/sec$ ના દરથી ઉષ્માનો વ્યય કરે છે. જ્યારે પ્રવાહીનું તાપમાન $40°C$ હોય ત્યારે ઉષ્માના વ્યયનો દર ...... $cal/sec$ શોધો.
જુદા જુદા દ્રવ્યોના બનેલા બે ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જોડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $25 min$ અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીંગળતાં લાગતો સમય $16 min$ હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર ..........