ગાણિતિક સૂત્રમાં સંખ્યાબંધ રાશિઓની કિંમતોનો ઉપયોગ થાય છે. રાશિ જે માપનામાં સૌથી વધુ ચોક્કસ અને સચોટ હોવો જોઈએ તે આમાંથી કઈ છે?
નાની તીવ્રતા હોવી
સૌથી વધુ તીવ્રતા હોવી
અંશમાં વપરાય છે
છેદ માં વપરાય છે
$100$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) $x$ હોય તો $400$ અવલોકનોના સમાંતર મધ્યની અવ્યવસ્થિત ત્રુટિ (random error) કેટલી થાય?
એક સાર્વજનિક ચોરસ બાગ, $(100 \pm 0.2)\; m ^2$ નું ક્ષેત્રફળ ધરાવે છે. બાગની બાજુની લંબાઈ કેટલી હશે?
દળના માપનમાં અને ઝડપના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $2\%$ અને $3\%$ છે. દળ અને ઝડપના માપન પરથી મળતી ગતિઊર્જામાં મહતમ પ્રતિશત ત્રુટિ ($\%$ માં) કેટલી થશે?
લઘુતમ માપ અને લઘુતમ માપ ત્રુટિ કોને કહે છે ? અને લઘુતમ માપ ત્રુટિ પર નોંધ લખો.
એક વિદ્યાર્થી આપેલા સમયમાં શરૂઆતમાં સ્થિર રહેલા પદાર્થના મુક્ત પતન દરમિયાન કાપેલા અંતરને માપે છે. તે આ માહિતીનો ઉપયોગ કરીને $g$, ગુરુત્વાકર્ષણના પ્રવેગનો અંદાજ કાઢે છે. જો અંતર અને સમયના માપનમાં મહત્તમ પ્રતિશત ત્રુટિ અનુક્રમે $e_1$ અને $e_2$ હોય, તો $g$ ના અંદાજમાં પ્રતિશત ત્રુટિ કેટલી હશે?