બે હવા ભરેલા ભરેલા $C$ અને $nC$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને $V$ વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે $K$ ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?
$\frac{V}{{K + n}}$
$V$
$\frac{{\left( {n + 1} \right)\,V}}{{\left( {K + n} \right)}}$
$\frac{{nV}}{{K + n}}$
$10\,\mu F$ ની સંઘારકતા ધરાવતા બે સમાંતર પ્લેટ સંઘારકો $C _1$ અને $C _2$ ને સ્વતંત્ર રીતે $100\,V\,D.C.$ ઉદગમથી વિદ્યુતભારિત કરવામાં આવે છે. સંઘારક $C _1$ ને ઉદગમ સાથે જોડેલા રાખીને તેની પ્લેટોની વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. સંઘારક $C _2$ એ ઉદગમથી છુટ્ટો કર્યા પછી તેની પ્લેટો વચ્ચે અવાહક ચોસલું દાખલ કરવામાં આવે છે. ત્યાર બાદ સંઘારક $C _1$ ને પણ ઉદગમથી છુટું કરી અંતમાં બંને સંઘારકોને સમાંતર જોડાણમાં જોડવામાં આવે છે. આ સંયોજનનું સામાન્ય સ્થિતિમાન $............\,V$ થશે.(ડાયઈલેક્ટ્રીક અચળાંક $=10$ છે તેમ ધારો)
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે તેલ ભરવામાં આવે છે (તેલનો ડાઇલેક્ટ્રિક અચળાંક $K = 2$ છે) તેનું કેપેસીટન્સ $C$ છે. જો તેલ દૂર કરવામાં આવે છે, તો કેપેસિટરનું કેપેસીટન્સ કેટલું થાય?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $0.05\, m$ છે. પ્લેટોની વચ્ચે $3 \times 10^4\,V/m$ મુલ્યનું વિ. ક્ષેત્ર સ્થાપિત કરવામાં આવે છે. તેને બેટરીથી દૂર કરી અને એક $0.01 \,m$ જાડાઈની ધાતુની અવિદ્યુતભારિત પ્લેટને (કેપેસિટર) દાખલ કરવામાં આવે છે. તો જો ધાતુની પ્લેટને બદલે $K = 2$ ડાઈ-ઈલેકટ્રીક અચળાંકની પ્લેટને મુકવામાં આવે તો સ્થિતિમાન તફાવત કેટલા.....$kV$ હશે ?
ડાઇઇલેક્ટ્રિક ચોસલાને સમાન વિધુતક્ષેત્રમાં મૂકતાં તેની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના લીધે ઉત્પન્ન થાય છે? તે સમજાવો .