એક પદાર્થનો વેગ એ $v=\frac{t^2}{10}+20$ સમીકરણના આધારે સમય પર આધાર રાખે છે. પદાર્થ નીચેમાંથી ક્યાં પ્રકારની ગતિ કરે છે ?

  • A

    એકરૂપ પ્રવેગ

  • B

    એકરૂપ પ્રતિપ્રવેગ

  • C

    અસમાન પ્રવેગ

  • D

    શૂન્ય પ્રવેગ

Similar Questions

બંદૂકમાંથી લંબચોરસ લાકડાના બ્લોક પર $u$ વેગથી એક ગોળી છોડવામાં આવે છે. જ્યારે ગોળી બ્લોકમાં સમક્ષિતિજ રીતે $24\,cm$ પ્રવેશે ત્યારે તેનો વેગ $\frac{u}{3}$ થાય છે. ત્યારબાદ તે હજી તે જ દિશામાં બ્લોકને ભેદીને બ્લોકના બરાબર બીજે છેડે સ્થિર થાય છે. તો બ્લોકની કુલ લંબાઈ $........\,cm$ છે.

  • [NEET 2023]

$40 \,km/h$ ની ઝડપે જતી કારને બ્રેક લગાવ્યા બાદ તે ઓછામાં ઓછું $2\,m $ અંતર કાપીને સ્થિર થાય છે. જો તે જ કાર $80\,km/h$ ની ઝડપે ગતિ કરતી હોય, તો તેને માટે લઘુતમ સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલુ ($m$ માં) હશે?

  • [AIPMT 1998]

એક પરિમાણમાં વેગ અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વેગના મૂલ્યમાં થતો ફેરફાર જણાવો.

બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?

સ્થિર સ્થિતિમાંથી ગતિ કરતા કણનો પ્રવેગ $a=2(t-1)$ છે , તો $t=5 s$ એ કણનો વેગ ($m/s$ માં)

  • [AIIMS 2019]