સમાન શરૂઆતના વેગથી સમક્ષિતિજ સાથે $42^{\circ}$ અને $48^{\circ}$ ના ખૂણે બે પદાર્થોને પ્રક્ષિપ્ત કરતાં તેની અવધિ અને ઊંચાઈ અનુક્રમે ${R}_{1}, {R}_{2}$ અને ${H}_{1}$, ${H}_{2}$ છે. તેના માટે સાચો વિકલ્પ કયો છે. 

  • [JEE MAIN 2021]
  • A

    ${R}_{1}>{R}_{2}$ અને ${H}_{1}={H}_{2}$

  • B

    ${R}_{1}={R}_{2}$ અને ${H}_{1}<{H}_{2}$

  • C

    ${R}_{1}<{R}_{2}$ અને ${H}_{1}<{H}_{2}$

  • D

    ${R}_{1}={R}_{2}$ અને ${H}_{1}={H}_{2}$

Similar Questions

પ્રક્ષેપિત પદાર્થ માટે, આપેલ ખૂણા માટે પ્રારંભિક વેગ બમણો કરવામાં આવે તો પ્રક્ષેપની અવધિ કેટલી થશે?

  • [AIIMS 2011]

બે કણને એક જ સ્થાને થી સમાન વેગ $u$ થી પ્રક્ષિપ્ત કરતાં સમાન અવધિ $R$ મળે છે પરંતુ મહત્તમ ઊંચાઈ $h_1$ અને $h_2$ મળતી હોય તો નીચેનામાથી શું સાચું પડે?

  • [JEE MAIN 2019]

એક $m$ દળના પદાર્થને $45^o$ ના પ્રક્ષિપ્તકોણે $v$ વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે.જયારે પદાર્થ મહત્તમ ઊંચાઇએ હોય,ત્યારે પ્રક્ષિપ્તબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાન કેટલું થશે?

સમક્ષીતિજ સાથે $45^{\circ}$ ના કોણે વસ્તુને પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $2$ સેકન્ડ બાદ તેનો વેગ $20 \,ms ^{-1}$ છે. પ્રક્ષિપ્ત દ્વારા પ્રાપ્ત થતી મહત્તમ ઊંચાઈ ........$m$ હશે. $\left( g =10 \,ms ^{-2}\right.$ લો.)

  • [JEE MAIN 2022]

સમાન દળના બે પદાર્થોને સમાન વેગથી સમક્ષિતિજ સાથે $60^o$ અને $30^o$ ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો કઈ રાશિ તેમના માટે સમાન હશે?

  • [AIPMT 2000]