શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?
$c$
$\frac{1}{c}$
$1$
એકપણ નહિ.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર ${B_y} = \left( {2 \times {{10}^{ - 7}}} \right)\sin \left( {0.5 \times {{10}^3}x + 1.5 \times {{10}^{11}}t} \right)T$ સૂત્ર વડે આપવામાં આવે છે.
$(a)$ તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે ?
$(b)$ વિધુતક્ષેત્ર માટેનું સમીકરણ લખો
વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રના કંપવિસ્તાર વચ્ચેના સંબંધ ...........
તરંગો માટેનું પ્રમાણિત સમીકરણ લખો.
$3 $ થી $30\, MHz $ આવૃત્તિ .......તરીકે જાણીતી છે.
$100\, W$ બલ્બથી $3\;m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ છે. $60\, W$ બલ્બથી $3\;m$ અંતરે વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $\sqrt{\frac{x}{5}} E$ હોય તો તો $x$નું મૂલ્ય કેટલું હશે?