સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ અને સમય $(t)$ વચ્ચેનો સંબંધ નીચે આપેલ છે. નીચેના સમીકરણમાંથી કયું એકરૂપ પ્રવેગીય ગતિની રજૂઆત કરે છે? [જ્યાં $\alpha$ અને $\beta$ ધન અચળાંકો છે]
$\beta x=\alpha t+\alpha \beta$
$\alpha x=\beta+t$
$x t=\alpha \beta$
$\alpha t=\sqrt{\beta+x}$
નિયમિત રીતે ગતિ કરતાં ક્રિકેટના દડાને સૂક્ષ્મ સમયગાળામાં બેટ વડે ફટકારતાં તે પાછો ફરે છે, તો સમય સાથે તેના પ્રવેગનો ફેરફાર દર્શાવો. (પાછા ફરવાની દિશામાં પ્રવેગ ધન લેવો.)
જો ગતિમાન પદાર્થનો પ્રવેગ ધન હોય, તો $x \to t$ નો આલેખ દોરો.
ગતિ કરતાં પદાર્થનો સમય $t$ અને અંતર $x$ વચ્ચેનો સંબંધ $t=m x^{2}+n x$ છે, જ્યાં $m$ અને $n$ અચળાંકો છે. આ ગતિનો પ્રતિપ્રવેગ કેટલો થાય?
(જ્યાં $v$ વેગ છે)
શાળા, હૉસ્પિટલ જેવા વિસ્તારમાં વાહનની ઝડપ પર નિયંત્રણ કરવા માટેનું અગત્યનું પરિબળ જણાવો.
એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?