સ્પ્રિંગના મુક્ત છેડે પર લગાવેલા બ્લોક દ્વારા લાગતા પુનઃસ્થાપન બળને શેના દ્વારા રજૂ કરી શકાય?
આકૃતિ જુઓ. $6 \,kg$ દળને છતથી $2 \,m$ લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્યબિંદુ $(P)$ એ $50 \,N$ નું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઊર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે. ? ( $g = 10 \;m s^{-2}$ લો ). દોરડાનું દળ અવગણો.
પદાર્થોની ગતિનું નિયંત્રણ થતું હોય તે માટેના સામાન્ય અનુભવો લખો.
પૃથ્વી પર કોઈ પદાર્થ સ્થિર હોય કે નિયમિત સુરેખગતિમાં હોય, તો તેના પર કોઈ બળો લાગતા નથી તેમ શાથી કહી ન શકાય ?
સંપર્કબળ અને ક્ષેત્રબળ પૈકી કયું બળ સંરક્ષી અને કયું બળ અસંરક્ષી છે ?
એક બિંદુગામી બળો કોને કહે છે ? આવા બળોની અસર હેઠળ કણનું સંતુલન સમજાવો.