બે ગુંચળાઓ $\mathrm{A}$ અને $\mathrm{B}$ એકબીજાથી દૂર અમુક અંતરે ગોઠવેલ છે. ગુંચળા $\mathrm{A}$ માંથી $2\mathrm{A}$ પ્રવાહ પસાર કરતાં ગુંચળા $\mathrm{B}$ સાથે સંકળાતું લક્સ $10^{-2}\mathrm{Wb}$ છે. ( ગૂંચળા $\mathrm{B}$ માં કોઈ પ્રવાહ નથી.) જ્યારે ગૂંચળા $\mathrm{A}$ માંથી પસાર થતો પ્રવાહ શૂન્ય હોય અને ગૂંચળા $\mathrm{B}$ માંથી વહેતો પ્રવાહ $1$ $\mathrm{A}$ હોય ત્યારે ગૂંચળાં $\mathrm{A}$ સાથે સંકળાયેલ લક્સ શોધો.
ગૂંચળાં $A$ નું ગૂંચળાં $B$ ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ,
$M _{21}=\frac{\phi_{2}}{ I _{1}}=\frac{10^{-2}}{2}$
$M _{21}=5 \times 10^{-3} H$
હવે$M _{21}= M _{12}=5 \times 10^{-3} H$ પરંતુ ગૂંચળા $B$ નું ગૂંચળા $A$ ની સાપેક્ષે અન્યોન્ય પ્રેરકત્વ.
$M_{12}=\frac{\phi_{1}}{I_{2}}$
$\therefore\phi=M_{12} I_{2} \quad\left[\because M_{12}=M_{21}\right]$
$=5 \times 10^{-3} \times 1$
$\phi=5 \times 10^{-3} Wb =5 mW b$
$N$ આંટા ધરાવતી બે કોઇલ વચ્ચે અનોન્ય પ્રેરકત્વ $M$ છે.એક કોઇલમાં $t$ સમયમાં પ્રવાહ $I$ થી શૂન્ય કરવામાં આવે તો બીજી કોઇલમાં દરેક આંટા દીઠ ઉદભવતું $e.m.f. = .......$
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.2\, H$ છે,પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ $5 \,A /Sec$ નો ફેરફાર કરતાં ગૌણ ગૂંચળામાં કેટલો $emf$ .........$V$ ઉત્પન્ન થાય?
સમાન લંબાઈ $l$ ના બે લાંબા સમકેન્દ્રીય સોલેનોઇડ છે. ક્રમશઃ અંદર અને બહારનાં ગુંચળાની ત્રિજ્યા $r_1$ અને $r_2$ અને પ્રતિ એકમ લંબાઈ આંટાવોની સંખ્યા $n_1$ અને $n_2$ છે. અંદરના ગુંચળાનો અન્યોન્ય પ્રેરણ થી આત્મપ્રેરણનું ગુણોત્તર _____ થાય.
$R_{1}$ અને $\mathrm{R}_{2}$ ત્રિજ્યાઓ ધરાવતા બે સુવાહક ગાળાઓને તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય તે રીતે એક જ જગ્યા પર મૂકવામાં આવે છે. જે $R_{1}>>R_{2}$ હોય તો તેમની વચ્ચેનું અન્યોન્ય પ્રેરણ $M$ $......$ના સમપ્રમાણમાં હશે.
પાસ-પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય-પ્રેરક્ત્વ $1.5\; H$ છે. જો એક ગૂંચળામાં $0.5\; s$ માં વિદ્યુતપ્રવાહનો ફેરફાર $0$ થી $20\; A$ નો છે. તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફલક્સનો ફેરફાર શું છે?