$5\,\mu C$,$0.16\,\mu C$ અને $0.3\,\mu C$ નાં ત્રણ બિંદુવત્ત વીજભારો, કાટકોણ ત્રિકોણ કે જેની બાજુઓ $A B=3\,cm , B C=3 \sqrt{2}\,cm $ અને $C A=3\,cm$ અને $A$ એ કાટકોણ હોય તેના શિરોબિંદુ $A, B, C$ પર મૂકવામાં આવેલ છે. $A$ ઉપર રહેલો વિદ્યુતભાર બાકીના વિદ્યુતભારોને કારણે $.........N$ જેટલું સ્થિત વિદ્યુતકીય બળ અનુભવશે.

  • [JEE MAIN 2022]
  • A

    $177$

  • B

    $12$

  • C

    $17$

  • D

    $29$

Similar Questions

સમાન  $m$ દળ અને સમાન વિદ્યુતભાર $q$ ને $16\, cm$ અંતરે રહેલા છે.તે બંને પર લાગતું બળ શૂન્ય હોય,તો $\frac{q}{m}  =$ ______

હવામાં $r$ અંતરે રહેલા બે વિદ્યુતભાર પર લાગતું બળ $F$ છે.હવે $k$ ડાઇઇલેકિટ્રક ધરાવતા માધ્યમ મૂકવાથી લાગતું બળ કેટલું થાય?

  • [AIPMT 1999]

કુલંબના નિયમના સદિશ સ્વરૂપની કેટલીક નોંધપાત્ર બાબતો લખો.

$(a)$ કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. $(b)$ જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?

અમુક અંતરે રહેલ ઈલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના કુલંબીય સ્થિતવિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર $2.4 \times 10^{39}$ છે. સમપ્રમાણ અચળાંક $K=\frac{1}{4 \pi \varepsilon_0}$ અને ગુરુત્વાકર્ષણ અચળાંક $G$ નો ગુણોત્તર લગભગ કેટલો હશે?

(આપેલ : પ્રોટોન અને ઇલેક્ટ્રોન દરેકનો વિદ્યુતભાર $=1.6 \times 10^{-19}\; C$, ઇલેક્ટ્રોનનું દળ $=9.11 \times 10^{-31}\; kg$, પ્રોટોનનું દળ $=1.67 \times 10^{-27}\,kg$)

  • [NEET 2022]