- Home
- Standard 10
- Science
નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો અને ત્યાર બાદ તેઓને સમતોલિત કરો :
$(a)$ હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈ એમોનિયા બનાવે છે.
$(b)$ હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને (દહન પામીને) પાણી અને સલ્ફર ડાયૉક્સાઇડ આપે છે.
$(c)$ બૅરિયમ ક્લોરાઇડ ઍલ્યુમિનિયમ સલ્ફેટ સાથે સંયોજાઈને ઍલ્યુમિનિયમ ક્લોરાઇડ આપે છે તેમજ બૅરિયમ સલ્ફેટના અવક્ષેપ આપે છે.
$(d)$ પોટૅશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટૅશિયમ હાઇડ્રૉક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ આપે છે.
Solution
$(a)$ $3 H _{2(g)}+ N _{2(g)} \longrightarrow 2 NH _{3(g)}$
$(b)$ $2 H _{2} S _{( g )}+3 O _{2( g )} \longrightarrow 2 H _{2} O _{(l)}+2 SO _{2( g )}$
$(c)$ $3BaC{{l}_{2(aq)}}+A{{l}_{2}}{{\left( S{{O}_{4}} \right)}_{3(aq)}}$ $\to 2AlC{{l}_{3\left( aq \right)}}+3BaS{{O}_{4(s)}}$
$(d)$ $2 K _{(s)}+2 H _{2} O _{(l)} \longrightarrow 2 KOH _{(aq)}+ H _{2(g)}$